કાશ્મીર બન્યું ‘માઉન્ટ આબુ’ – વરસાદથી ઝરણાઓ જીવંત બનતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી – જુઓ વિડીયો

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદના કારણે રમણીય વાતાવરણ બન્યું છે. આબુમાં મીની કાશ્મીર જેવા નજારાની પ્રવાસીઓ મોજ માણી રહ્યાં છે. વરસાદના કારણે ડુંગરાઓમાંથી અનેક ઝરણાં જીવંત બનતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદની મોસમમાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં માઉન્ટ વિસ્તારમાં કુલ 786 મીમી વરસાદ નોંધાયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વાતાવરણ ખુશનુમા, વરસાદની મજા માણતા પ્રવાસીઓ:
ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં વરસાદના કારણે પર્વતીય વિસ્તારમાં અનેક ઝરણાઓ વહેતા થતાં માઉન્ટ આબુનો પર્વતીય વિસ્તાર સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. સોમવારે શહેરમાં સવારથી જ ધુમ્મસ છવાયું હતું. માઉન્ટ આબુમાં રમણીય વાતાવરણને લઇ મીની કશ્મીર જેવો નજારો બનતા પર્યટકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

ઝરણાઓ જીવંત બન્યા
હવામાન વિભાગની આગાહીને લઇને રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજસ્થાનમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે ઝરણાઓ જીવંત બન્યા છે. આ ધોધને માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે. આ ઉપરાંત માઉન્ટ આબુ શહેરમાં આવેલ નક્કી તળાવ, અપર કોડરા ડેમ અને લોઅર કોડરા ડેમ સારા વરસાદ બાદ પાણીથી છલકાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *