ગુજરાત(Gujarat): આજે રાજ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ(Rain)ને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 30 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, 30 જૂનના રોજ રાજ્યમાં દ્વારકા, પોરબંદર રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે.
જ્યારે 1 જુલાઈના રોજ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે તો સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, 2 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક જિલ્લામાં વરસાદ પડી શકે છે.
સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દમણના દરિયા કિનારે પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ના ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે. પર્યટકોને પણ દરિયા કિનારા પાસે નહીં જવાની સુચના આપી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી દરિયો ગાંડો બને તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. આથી સલામતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારે અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને કારણે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. દમણના દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
જયારે બીજી તરફ અમરેલી અને પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જાફરાબાદ, ધારાબંદર, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ સહિત વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જેણા કારણે હવામાન વિભાગની આગાહીને લઈને અલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.