ગુજરાત(Gujarat): રાજ્યમાં એક બાદ એક માવઠાની આગાહી (Mawtha forecast) હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવે છે. ઉનાળાની શરૂઆત સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર ઠેર અનેક શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી (Rain forecast) કરવામાં અવાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 40 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.
મહત્વનું છે કે, રાજ્યમાં ગત ઘણા સમયથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ફરી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાત કરવામાં આવે તો વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ કલાઈમેટ ચેન્જના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે આવતીકાલે દાહોદ, પંચમહાલ, ડાંગ, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આજે જાણો ક્યાં પડી શકે છે વરસાદ?
જો વાત કરીએ તો આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમાનથ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
4 મેના રોજ ક્યાં પડી શકે છે વરસાદ?
સાથે આવતીકાલે એટલે કે 4 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદ ખાબકી શકે છે, તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
5 મેના રોજ ક્યાં પડી શકે છે વરસાદ?
5 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની શક્યતા છે, તેમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
6 મેના રોજ ક્યાં પડી શકે છે વરસાદ?
6 મેના રોજ વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, રાજકોટમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.