ગુજરાત વરસાદની આગાહી(Gujarat Rain Forecast): જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ વડોદરા શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની વધુ એક વાર આગાહી કરવામાં આવી છે. આજથી રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ના કારણે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે માવઠું થઇ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના વિવિધ વિભાગોમાં તોફાની પવન સાથે હળવા અને મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ વરસાદ પડવા માટે જઈ રહ્યો છે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરુવારના રોજ દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, રાજકોટ, કચ્છ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવારના રોજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હવામાનમાં વારંવાર પલટો આવી રહ્યો છે. ગુજરાતમાં ક્યારેક ગરમી તો ક્યારેક માવઠું થઇ રહ્યું છે. ત્યારે હવે આગામી ચાર દિવસ ખેડૂતો માટે ભારે કહી શકાય. આ આગાહીને કારણે ફરી એકવાર ખેડૂતોનાં માથે સંકટ તોળાઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.