ચોમાસું બેસતા જ ગુજરાત થયું પાણી-પાણી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ, તમારે ત્યાં કેવો છે વરસાદ?

Rain In Gujarat: ગુજરાતમાં ઓફિસિયલ રીતે વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ઉનાળાની ગરમીમાં સૌકોઈ ત્રાસી ગયા હતા, પણ હવે ચોમાસાએ એન્ટ્રી કરી છે. જેના કારણે ધરતીપુત્રોમાં અનેરો આનંદ છવાયો છે. બે દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી(Rain In Gujarat) માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. તો ચોમાસાના પ્રારંભમાં જ સારો વરસાદ પડતા કેટલીક જગ્યાએ ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે. આજે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ગઈકાલે ખાબકેલા વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ઉમરગામમાં નોંધાયો છે. ઉમરગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં 24 કલાકમાં સવા 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

મોરબીમાં 24 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મહેમદાવાદમાં 4.5 ઈંચ, નડીયાદમાં 5.5 ઈંચ, મોરબીમાં 4.5 ઈંચ, વઢવાણમાં 3 ઈંચ વરસાદ, વાપીમાં પોણા 3 ઈંચ, ધંધુકામાં પોણા 3 ઈંચ, આણંદમાં 2.5 ઈંચ, લીંબડીમાં 2.5 ઈંચ, અંજારમાં સવા 2 ઈંચ, મહુધામાં સવા 2 ઈંચ, પોરબંદરમાં 2 ઈંચ, ગળતેશ્વરમાં 2 ઈંચ, ટંકારામાં 2 ઈંચ, પાદરામાં પોણા 2 ઈંચ, રાણાવાવમાં પોણા 2 ઈંચ, વસોમાં પોણા 2 ઈંચ, ભાણવડમાં પોણા 2 ઈંચ, થાનગઢમાં પોણા 2 ઈંચ, કપરાડામાં પોણા 2 ઈંચ, ખંભાતમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

ખેડૂતો ખુશખુશાલ
ગુજરાતના 152 તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. વરસાદ પડવાના કારણે ખેડૂત પુત્ર માં ખુશ ખુશ જોવા મળી રહ્યો છે. કારણ કે આ વખતે સમયસર વરસાદ પડ્યો છે. વરસાદ દર વર્ષે વેચાતા ખેડૂતોના નિરાશ જન્મે છે પણ આ વખતે સમયસર વરસાદ આવી પોહચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગયી છે.

30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 29 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં ધમાકેદાર બેટિંગ કરી શકે તેવી આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 30 જૂને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *