નેવીમાં અગ્નિવીરની ખાલી જગ્યાઓ પર થઈ રહી છે ભરતી -અહીં ક્લિક કરીને કરો અરજી

Indian Navy Agniveer Recruitment 2023: ભારતીય નૌકાદળે અગ્નિવીર એમઆર ભરતી 2023 માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. ભારતીય નૌકાદળમાં આ ભરતી નવેમ્બર બેચની જાહેરાત નંબર-02/2023 હેઠળ થશે. ભારતીય નૌકાદળ અગ્નિવીર એમઆર ભરતી(Indian Navy Agniveer Recruitment 2023) 2023 માટેની અરજી પ્રક્રિયા કાલે એટલે કે તારીખ 26 જૂન 2023થી શરૂ થઇ છે. ઉમેદવારો ભારતીય નૌકાદળની સતાવાર વેબસાઇટ joinindiannavy.gov.in દ્વારા અરજી કરી શકે છે.

ભારતીય નૌકાદળની આ ભરતી અભિયાનમાં કુલ 35 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે. ભારતીય નૌકાદળની આ ભરતી માટે ફક્ત અપરિણીત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો જ અરજી કરી શકશે.

અરજી પાત્રતા
ભારતીય નૌકાદળની ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી મેટ્રિક (વર્ગ 10) પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

વય મર્યાદા
ભરતીમાં ઉમેદવારોનો જન્મ 1 નવેમ્બર 2002 થી 30 એપ્રિલ 2006 ની વચ્ચે થયો હોવો જોઈએ. એટલે કે અરજીની ઉંમર 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા
નેવી અગ્નિવીર MR ભરતી માટે લાયક ઉમેદવારોની પસંદગી બે તબક્કાની પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જેમાં શારીરિક માપન અને શારીરિક તંદુરસ્તી કસોટીનો સમાવેશ થાય છે. આ પછી ઉમેદવારોની મેડિકલ ટેસ્ટ પણ થશે. અંતિમ તબક્કામાં સફળ ઉમેદવારોને INS કુંજલી, કોલાબા, મુંબઈ ખાતે પોસ્ટ કરવામાં આવશે. આ ભરતી માટેની લેખિત પરીક્ષા સપ્ટેમ્બર 2023માં યોજાય તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *