હવામાન વિભાગની આગાહી: આગામી 2 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં થશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે…

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.

હાલમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ છે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ છે. આમ છતાં હજુ ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તારીખ 6 થી 7 તારીખ સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી પણ છે.

ગુજરાતમાં વરસાદના લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં પોણા 18.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ પડયો છે. આમ સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી છે.

રાજ્યના 11 તાલુકામાં મેઘો મન મુકીને વરસ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 જિલ્લામાં 1થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 5 ઇંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. વાવણી કર્યા બાદ વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 6 અને 7 જૂને વરસાદ આવશે

ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 6 થી 7 જૂને સમગ્ર ગુજરાતમાં પુન:વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 6 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ‌ ‌ગુજરાતમાં‌ ‌ભારે‌ ‌વરસાદની‌ ‌આગાહી‌ કરવામાં આવી છે. આગામી 2 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસરના કારણે 6 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉક્ટર જ્યંત સરકારે જણાવ્યું છે.એક સાકલોનીક સર્ક્યુલેશનન સક્રિય થઈ રહ્યું છે.જેના કારણે 6 જુલાઈથી 7 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થશે. અને અનુમાન છે કે, સાર્વત્રિક વરસાદ થશે.આ વરસાદ ખેતીના પાક માટે ફાયદો કરાવશે.તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.કારણે કે દરિયામાં પવન અને લહેરોની ગતિ તેજ રહશે. 6 જુલાઈથી 8 જુલાઈ સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત  દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

6 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આણંદ, વડોદરા, ભરૂચ, તાપી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, દાહોદમાં ભારે વરસાદ પડશે. જ્યારે 6 જુલાઈથી 8 જુલાઈ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ખેડા, નર્મદા, આણંદ, વડોદરા, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 15.92 ટકા વરસાદ થયો છે. ક્ચ્છમાં અત્યાર સુધીનો 27.29 ટકા વરસાદ નોંધાયો છે.તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 9.33 ટકા વરસાદ થયો છે.સૌરાષ્ટ્રમાં 25.44 ટકા વરસાદ થયો છે.મધ્ય પૂર્વ ગુજરાતમાં 14.72 ટકા અને ઉત્તર ગુજરાત માં સરેરાશ 11.94 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ

ભારતીય હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતા બુલેટિન મુજબ, ગુજરાતમાં રવિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી.

સોમવાર થી બુધવાર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગ મુજબ સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં પોણા 18.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ પડયો છે. આમ સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી છે.  કલ્યાણપુરમાં 9 અને દ્વારકામાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભાણવડ-વિસાવદર-કુતિયાણામાં 6 ઇંચ અને સુત્રાપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડા-માણાવદરમાં 5-5 ઇંચ, ચીખલી-પારડી-વંથલી-વાપી-જૂનાગઢમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *