સુરતથી આટલા જ કિમી દૂર છે વાવઝોડું, ગુજરાતના આ શહેરોમાં વાવાઝોડાથી સર્જાશે મોટી તબાહી?

કેરળ પાસેના અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેસરમાં ફેરવાઇ જતાં તે આગળ જતાં ડિપ્રેશન તથા ડિપડિપ્રેશનમાં એટલે કે વાવાઝોડાંમાં ફેરવાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે અંતર્ગત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી તા.3 અને 4 જુનના રોજ કચ્છમાં હળવો કે મધ્યમ વરસાદની આગાહી કરી હતી, તેના ભાગરૂપે આજે અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો અને વરસાદ પડી રહ્યો છે.

સુરતમાં મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડ્યો હતો. સુરતના સરદાર માર્કેટ, કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સાથે પાસોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેથી સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. સુરતમાં આજે વહેલી સવારથી જિલ્લાના તાલુકાઓમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇને આગામી 24 કલાકમાં દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. 3 જૂનના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે. આ વાવઝોડું સુરતનાં દરિયા કિનારાથી 920 કિમી દૂર છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. વાવઝોડા સામે રાજ્ય સરકાર તૈયારીઓ કરી રહી છે. આ સાથે NDRFની 11 ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં દરિયાઇ કાંઠે મોકલવામાં આવી છે જે સાંજ સુધી પહોંચી જશે.

અહી ક્લિક કરીને જુઓ લાઈવ વાવાઝોડાના દર્શ્યો. https://www.windy.com/?9.963,79.939,3  

સુરતમાં 1 NDRFની ટીમ મુકવામાં આવી

રાજ્યમાં આગામી 4 અને 5 જૂનના રોજ વાવાઝોડાના ખતરાને લઇને સુરત ખાતે 1 NDRF ની ટીમ મુકવામાં આવી છે. શહેરના સુંવાલી ખાતે NDRF ટીમ ફાળવામાં આવી છે. આજે બપોર સુધીમાં સુવાલી ખાતે NDRF ની ટીમ પહોંચશે.

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગોંડલ અને અમરેલીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગોંડલના હવામાનમાં પલટો જોવા મળ્યો છે. તો ગાજવીજ સાથે વરસાદી પડતા જ વાતાવરણ બદલાઈ ગયું હતું. ગોંડલ વિસ્તારમાં અમી છાંટણા જોવા મળ્યા હતા. ગોંડલ તાલુકાના ભુણાવા, ભરૂડી, રિબળા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યા છે.

અમરેલીના ધારી પંથકના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો. ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી પડ્યો છે. વીરપુર, માધુપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદે પગલે ઉનાળુ પાક તેમજ કેરીના પાકને નુકસાનની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમરેલીના ખાંભા પંથકના ગામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો. આ વરસાદથી ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકશાનની આશંકાઓ સેવાઈ રહી છે.

બોટાદમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી

બોટાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે. બપોર બાદ અસહ્ય ગરમીના બફારા બાદ મેઘરાજાનું આગમન થયું હતું. ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ભારે વરસાદને કારણે બોટાદમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. તો રૂફ ટોપ, હોર્ડિંગ અને પતરા પણ ઉડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય બન્યું છે. જે આવતીકાલે 1 જૂનના લો પ્રેશર ડિપેશનમાં પરિવર્તિત થશે. 2 જૂનના ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ આગળ વધશે. 3 જૂનના ગુજરાતના અને મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?

4 જૂન: વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દીવ.

5 જૂન: સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દીવ.

આજે CMની અધ્યક્ષતામાં જરૂરી તૈયારી માટે બેઠક

વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે જરૂરી તૈયારીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  સોમવારે સવારે ૧૧ વાગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સહિત સંબંધિત વિભાગોની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના તમામ જિલ્લાતંત્રોને પગલે એલર્ટ કરી દેવાયા છે, પરંતુ સોમવારે દક્ષિણ ગુજરાત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. કાંઠાના વિસ્તારોમાં પણ સંભવિત અસર પહોંચે તેવા સ્થળોની મુલાકાત લેવા તેમજ લોકોનું સ્થળાંતર કરવાનું થાય તો ક્યાં કરવું તેનું આયોજન કરવા પણ સંબંધિત તંત્રોને જણાવી દેવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *