Gujarat Rain News: છેલ્લા બે-ત્રણ દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો છે.ત્યારે અમદાવાદમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો જે બાદ ધીરે ધીરે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદના(Gujarat Rain News) કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે હવે જામનગર અને રાજકોટ અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા, બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. જેમાં અમદાવાદના વસ્ત્રાપુર, ગોતા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તેમજ વેજલપુરથી લઈ થલતેજ, પકવાન સહિતના વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જ્યારે બીજી તરફ ગાંધીનગરમાં પણ બપોર બાદથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે વિવિધ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. ખંભાળિયા તેમજ દ્વારકા પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન પડધરી, તરઘડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડશે?
હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે મુજબ 1 માર્ચથી જ રાજ્યના હવામાનમાં પલટો આવી ગયો છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળો દેખાવાં લાગ્યાં હતાં.પશ્ચિમ તરફથી આવતી આ સિસ્ટમ ઈરાન અને અફઘાનિસ્તાન પર પહોંચતાની સાથે જ તેને અરબી સમુદ્રમાંથી મદદ મળી રહી છે. એટલે કે અરબી સમુદ્ર પરથી જતા ભેજવાળા પવનો આ સિસ્ટમને તાકત આપી રહ્યા છે.હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરે ગુજરાત માટે આગાહી કરતાં કહ્યું છે કે રાજ્યમાં બે દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.તારીખ 2 માર્ચ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા અને છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 માર્ચે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.જોકે, હાલની સિસ્ટમથી ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદ કે સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા નથી. છુટાછવાયાં સ્થળોએ હળવો અને મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે.
પોરબંદરમાં કમોસમી વરસાદ
પોરબંદર જિલ્લામાં પણ માવઠુ પડ્યુ છે. માવઠાના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા રવીપાકમાં નુકસાન થયુ છે. બરડા પંથકના મોઢવાડા. રામવાવ, બગવદર અને કુણવદર સહિતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમે વરસાદ વરસતા ધાણા,જીરું, ઘઉં સહિતના પાકમાં નુકસાન થયુ છે.
દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ
રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સુતારીયા અને મોટી ખોખરી ગામે લગ્ન મંડપ વેર વિખેર થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતાં લગ્નના મંડપ ધરાશાયી થયા છે. દ્વારકામાં 16 MM, ખંભાળિયા તાલુકામાં 7 MM વરસાદ પડ્યો છે. તેમજ વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં ઠંડક વધી છે. તેમજ શિયાળુ પાકને નુકસાન થાય તેવી સંભાવના છે.
જામનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાની સંભાવના છે. તેમજ જામનગરના કાલાવડમાં માવઠાંથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી ગઈ છે. કપાસ, ધાણા, જીરૂ સહિતનો પાક પાણીમાં પલળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App