અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોનું ટેન્શન વધશે- આગામી દિવસોમાં આ જીલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ગઈ કાલે મોદી રાત્રે ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(Ambalal Patel) વધુ એક આગાહી કરતા હવે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અંબાલાલ દ્વારા કરેલી આગાહી(Forecast) અનુસરા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એક વાર વાતાવરણમાં પલટો આવી શકે છે. જેને કારણે કમોસમી વરસાદને પગલે ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

6થી 8 જાન્યુઆરી વચ્ચે થઇ શકે કમોસમી વરસાદ:
જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની આગાહી કરવામાં આવતા જગતના તાતનો જીવ અધ્ધર થઇ ગયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 6થી 8 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. જેમાં ખાસ કરીને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તેમજ 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવી શકે છે જેથી ઠંડી અને કમોસમી વરસાદની ગતિવિધિ અવારનવાર ચાલુ રહેશે.

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તેમજ અરવલ્લી, મોડાસા, અમરેલી, કચ્છમાં પણ કમોસમી વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જ્યારે ભાવનગર, રાજકોટ, જામનગર સહિત માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 6 જાન્યુઆરીથી વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળછાયા વાતાવરણમાં ઠંડીના પ્રમાણમાં થશે વધશે.

માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જો હજુ પણ માવઠું થશે તો ખેડૂતો ચિંતાતુર બની જશે અને પાકને ખુબ જ નુકસાન પહોંચી શકે છે. આગામી સમયમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *