કોરોનાવાયરસ મહામારી વચ્ચે કેલિફોર્નિયા હાઇવે પર કંઈક એવું જોવા મળ્યું જેના બાદ તમે પણ એક પળ માટે વિચારમાં પડી જશો. હાલમાં જ કેલિફોર્નિયાના હાઇવે પર સેંકડો માસ્ક વિખરાયેલા પડયા હતા. આ વિખેરાયેલા માસ્કને જોઈને થોડીક વાર માટે ટ્રાફિક જામ થઈ ગયું. KTVU ન્યૂઝના અનુસાર કોઈ ટ્રકમાંથી આ માસ્ક પડી ગયા હતા. એટલા માટે સેંકડો માસ્ક હાઇવે પર વિખરાયેલા પડયા હતા.
CBS ન્યૂઝના અનુસાર એક વ્યક્તિ ને એક વાઈટ ટ્રકમાંથી ફેસ માસ્ક નું બોક્સ બહાર ફેકતા જોયો હતો. પરંતુ આધિકારીક રીતે આ વાત હજુ સુધી જવાબ નથી થઈ કે આ માસ હાઇવે પર વિખરાયા કઈ રીતે.
સોશિયલ મીડિયા પર કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ પોતાના ફેસબુક પેજ માં થી હાઇવે પર વિખરાયેલા માસ્ક નો ફોટો શેર કર્યો છે.આ ફોટોમાં તમે સારી રીતે જોઈ શકો છો કે કઈ રીતે હાઇવે પર સેંકડો માસ્ક વિખરાયેલા પડયા છે. હાઈવે પર ફેલાયેલ આ માસ્કને સાફ કરવા માટે એક કલાકથી વધારે જેટલો સમય લાગ્યો.અને તેના કારણે થોડીવાર માટે હાઈવે પર ચાલી રહેલી ગાડીઓને રોકવી પડી.જ્યારે સંપૂર્ણ રીતે હાઈવે સ્વચ્છ થઈ ગયો તેના બાદ જ તમામ ગાડીઓને આવ-જા કરવાની પરમિશન આપવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news