આગામી છ દિવસ હવામાન વિભાગની આગાહી જાણીને જ ઘર બહાર નીકળજો

Gujarat Rain Forecast Latest News: ગુજરાતમાં આજે એટલે કે તારીખ 17ના રોજ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતો અનુસાર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યના અમુક વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી (rain in Gujarat for the next 6 days) કરવામાં આવી છે. આવનાર 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટમાં પણ વરસાદ પડી શકે છે.

આજે આ જિલ્લા પડશે વરસાદ
ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આવતીકાલે આ જિલ્લામાં આગાહી
આવતીકાલે એટલે કે તારીખ 18મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

19 તારીખે આ જિલ્લામાં પડશે વરસાદ
તારીખ 19મીના રોજ ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

20 તારીખે આ જિલ્લામાં પડશે વરસાદ
તારીખ 20મીના રોજ ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

21 તારીખે આ જિલ્લામાં પડશે વરસાદ
તારીખે 21મીએ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથેવડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.