મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત રાજ્યમાં મેઘરાજા મનફાવે તેમ વરસી રહ્યા છે. જયારે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ચુક્યા છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષીણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ભારત સરકારના હવામાન વિભાગે વરસાદને લઈને જાણકારી આપતા કહ્યું છે કે, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, દાદરાનગર હવેલી, સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, સુરત, વડોદરા, ભરૂચ અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ તથા કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, તારીખ 20-07-2021 અને 21-07-2021 દરમિયાન વલસાડ, દમણ, નવસારી, સુરત, દાદરાનગર હવેલી, દાહોદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, આણંદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે. જયારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, તારીખ 21-07-2021 અને 22-07-2021 દરમિયાન દક્ષિણ ગુજરાત, પંચમહાલ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારે, મધ્યમ અને હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, તારીખ 22-07-2021 અને 23-07-2021 દરમિયાન દક્ષિણ ગુજરાતના સ્થળોમાં, દાદરાનગર હવેલી, દમણ, સૌરાષ્ટમાં પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
મહત્વનું છે કે, આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ઉમરગામ, વાપી, ધરમપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદ ખાબકવાને કારને સરે બાજુ પાણી પાણી થઇ ગયું હતું. વલસાડમાં બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડના ઉમરગામમાં બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં બે કલાકમાં સવા 6 ઈંચ વરસાદ પડ્યો છે. ધરમપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારો પાણી પાણી થય ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.