ગુજરાત(Gujarat): રાજ્યમાં હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી(Forecast)ના કારણે અનેક વિસ્તારમાં આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદ(Unseasonal rain) ખાબકશે. હવામાન વિભાગની આગાહી મુજબ અડધા ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. સાથે અમદાવાદમાં પણ સમી સાંજે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરના ઘાટલોડિયા, નારણપુરા, નવા વાડજ, અખબાર નગર, સેટેલાઈટ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ સાથે ભરૂચ,તાપી, છોટાઉદેપુર દાહોદ અને ભાવનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. બીજી બાજુ હજુ પણ ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.
માત્ર એટલું જ નહીં સમગ્ર દેશમાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે, આગામી દિવસોમાં ભારતના કેટલાક ભાગોમાં વરસાદની સાથે કરા પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા લોકોને ઘરની અંદર રહેવા, બારી બારણા બંધ રાખવા અને શક્ય હોય ત્યાં સુધી ટ્રાવેલિંગ ટાળવાનું સૂચન કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે, સુરક્ષિત ઘરમાં રહો, ઝાડની નીચે રહેવાનું ટાળો, ઈલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ ટાળો અને તેને અનપ્લગ રાખો, જળાશયોમાંથી તાત્કાલિક બહાર નીકળો.
મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદે વેરણ છેરણ કરી નાખ્યું છે. આ ચાર જિલ્લાઓમાં છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ અને તાપીમાં કોમોસમી વરસાદ વર્ષો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે. ત્યારે હજુ પણ ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાત માટે અતિભારે છે. કારણ કે આગામી ત્રણ દિવસમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, દાહોદ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.