વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીને મળ્યું ધ્રુજાવી દેતું મોત- 75 લાખ લૂંટી ફરાર થયા લૂંટારુઓ… ‘ઓમ શાંતિ’

ફરી એકવાર વિદેશમાં ગુજરાતીની હત્યા કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. વાત કરવામાં આવે તો રાજકોટ(Rajkot)ના વેપારી હરેશ નેભાણી(Haresh Nebhani) છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ આફ્રિકા(South Africa)ના મડાગાસ્કર ટાપુ(Madagascar island) ખાતે સ્થાયી થયા હતા. ત્યારે ગયા શનિવારે મડાગાસ્કરથી ધંધાના સ્થળેથી કારમાં બેસી હરેશ અને પિતરાઈ ભાઈ સાગર ઘર તરફ પાછા ફરી રહ્યા હતા તે સમય દરમિયાન રસ્તામાં બે હબસીએ હરેશની છાતીમાં ગોળી ધરબી દીધી હતી અને 75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનામાં હરેશના પિતરાઈ સાગરનો બચાવ થયો હતો. ત્યારબાદ બંને હબીસી ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતા હરેશના પિતા રોહિતભાઈ રાતોરાત દક્ષિણ આફ્રિકા આવી પહોંચ્યા હતા.


હરેશે તેની પત્ની સાથે (ફાઈલ ફોટો)

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ રાજકોટના અને છેલ્લા પાંચ વર્ષથી સાઉથ આફ્રિકાના મડાગાસ્કર ટાપુ ખાતે સ્થાયી થયેલા અને જથ્થાબંધ અનાજ ખાંડ નો વેપાર કરી રહેલ 35 વર્ષીય હરેશ નેભાણી ગયા શનિવારે પોતાના પિતરાય ભાઈ સાગર સાથે કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા.


હરેશ નેભાણી

આ દરમિયાન રસ્તામાં બે બાઈક સવાર અભયસિંહ દ્વારા લૂંટના ઇરાદે હરેશ પર ફાયરિંગ કર્યું હતું અને ૭૫ લાખ રૂપિયા ની રોકડ અને લેપટોપની લૂંટ ચલાવી ઘટનાને અંજામ આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં હરેશની સાથે રહેલ સાગરનો ચમત્કારિક બચાવ થયો હતો.


હરેશ નેભાણી

ઉલ્લેખનીય છે કે આ ઘટનાની કરુણતા એ છે કે, ઘટનાના દિવસે શનિવારના રોજ મૃતક હરેશ ના પિતા રોહિતભાઈ વતન રાજકોટમાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓને પુત્રના સમાચાર મળતાની સાથે જ રાતોરાત આફ્રિકા પહોંચી ગયા હતા અને આફ્રિકામાં જ પુત્રની અંતિમવિધિ કરાવી હતી.


હરેશ નેભાણી

મહત્વનું છે કે પાંચ વર્ષ પહેલાં સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા બિઝનેસમેન હરેશના પરિવારજનો હજુ રાજકોટમાં જ રહે છે. હરેશના ત્રણ કાકા પોતાના પરિવાર સાથે રાજકોટમાં રહીને કન્ટ્રક્શન, કેબલ સહિતના ધંધા સાથે સંકળાયેલા હોવાની જાણકારી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *