નવસારી જિલ્લામાં કિર્તીદાન ગઢવીના લોક ડાયરામાં કમો પણ હાજર રહ્યો હતો. “કમો કમાની રીતે…કમો તો ભાઇ કમો કહેવાય…” લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી પર .લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાવ્યા હતા. કિર્તીદાન ગઢવી અને કમાએ ડાયરાને ચાર ચાંદ લગાવી દીધા હતા. અને લોકો લાખો રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. અને આ રૂપિયા આંખની હોસ્પિટલ બનાવવા માટે ખર્ચવામાં આવશે.
દેશ-વિદેશમાં કમાણી ભારે બોલબાલા છે. હાલ ગુજરાત જ નહીં વિશ્વના અનેક દેશોમાં ‘કમા’ને ઓળખતુ થયું છે. નવસારીના ગુરુકુળ સુપા ગામમાં ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરાના કાર્યક્રમમાં લોકોએ કમા પર મનમૂકીને લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. ગુરુકુળ સૂપા ગામમાં આંખની હોસ્પિટલ નિર્માણના લાભાર્થે લોકગાયક કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
આ ડાયરામાં કમાએ ‘રસીયો રૂપાળો રંગ રેલીયો’ ગીત ઉપર ખૂબ ડાન્સ કર્યો હતો અને ઉપસ્થિત લોકોને ખુબજ મોજ કરાવી હતી. ડાયરામાં આવેલા લોકોએ લાખો રૂપિયાનું દાન ક્ત્યું હતું, જે પૈસા આંખની હોસ્પિટલ માટે વપરાશે અને સાથે સાથે કિર્તીદાન ગઢવી અને કમા પર નોટોનો વરસાદ કર્યો હતો.
‘રસીયો રૂપાળો’ ગીત ક્માને નાચતો જોઇને ડાયરામાં ઉપસ્થિત લોકો પણ ડાન્સ કરવા લાગ્યા હતા.આ લોક ડાયરામાં સ્થાનિક લોકોની સાથે એનસીસી કેડેટ્સ પણ હાજર રહ્યા હતા. તેઓએ પણ કિર્તીદાન ગઢવીના લોક ડાયરાની ખૂબ જ મોજ માણી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.