લોકસભા ચૂંટણી પહેલા બરોડા- અમદાવાદ એક્સપ્રેસવેપર ટોલટેક્સમાં વધારો

Published on Trishul News at 11:05 AM, Sun, 31 March 2019

Last modified on March 31st, 2019 at 11:05 AM

1લી એપ્રિલ અને નવા નાણાંકીય વર્ષથી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર વાહનોની ટોલ ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. વડોદરાથી આણંદની કારની ફીમાં રૂપિયા 5 અને અમદાવાદની ફીમાં રૂપિયા 10નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો આવી જ રીતે અન્ય વાહનોની ટોલ ફી પણ વધારવામાં આવ્યો છે.

અમદાવાદથી વડોદરા માટે હવે કાર, જીપ કે વાન માટે રૂપિયા ૧૦૫ના બદલે રૂપિયા ૧૧૦ ચુકવવા પડશે. રિટર્ન ટોલ ટેક્સ ભરનાર વાહનચાલકે હવે રૂપિયા ૧૫૫ના બદલે રૂપિયા ૧૬૦ ચુકવવા પડશે.કાર જીપ ઉપરાંત અન્ય વાહનાનો દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે બસ અને ટ્રક માટે પહેલા રૂપિયા ૩૫૦ ટેક્સ ચુકવવો પડતો હતો, હવે તેમણે રૂપિયા ૩૬૫ ચુકવવા પડશે. વડોદરા – હાલોલ અને હાલોલ – શામળાજી માર્ગ ઉપર પણ ટોલ ફીમાં વધારો ઝીંકાયો છે. રાજ્ય સરકાર દ્વારા આ માર્ગો ઉપર કાર- જીપને ટોલ મુક્તિ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ હાઇવે ઉપર કાર – જીપને ટોલ ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.

આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેરાત આપવામાં આવી છે. ટોલ ફીની વાત કરીએ તો વડોદરાથી આણંદ વચ્ચે મોટરકારની ફીમાં રૂપિયા પાંચનો વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમાદવાદ કે અમદાવાદથી વડોદરાની ફીમાં રૂપિયા ૧૦નો વધારો કરાયો છે. અંદાજ પ્રમાણે દરરોજ ૫૦ હજાર જેટલા વાહનો એક્સપ્રેસ વે પરથી પસાર થાય છે. અમદાવાદ-વડોદરા વચ્ચે ટોલ ટેક્સ વધારવામાં આવ્યા બાદ હવે એસ.ટી. તરફથી બસના ભાડામાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "લોકસભા ચૂંટણી પહેલા બરોડા- અમદાવાદ એક્સપ્રેસવેપર ટોલટેક્સમાં વધારો"

Leave a comment

Your email address will not be published.


*