મનમોહનસિંહ ની સરકારમાં 11 વખત સર્જીકલ સ્ટ્રાઇક થયેલી, પણ તેનો ક્યારેય પ્રચાર કર્યો નથી: મુખ્યમંત્રી

Published on: 1:20 pm, Sat, 30 March 19

ભારતીય સેના દ્વારા કરાતી સર્જીકલ સ્ટ્રાઈકને લઈને વિપક્ષ સતત મોદી સરકાર પર સવાલ ઉઠાવતું રહ્યું છે. એવામાં તેલંગણાના મુંખ્યમત્રી ચંદ્રશેખર રાવે પણ વડાપ્રધાન મોદીને સર્જીકલ સ્ટ્રાઇક પર આડે હાથ લેતાં કહ્યું કે યૂપીએના સમયમાં પાંચ વર્ષમાં 11 વખત સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પરંતુ તેનો ક્યારેય પ્રચાર કર્યો નથી. આવા રણનીતિક હુમલાના ખુલાસા ક્યારેય નહીં કરવા જોઈએ.

તેલંગાણા ના સીએમ ચંદ્રશેખર રાવે કહ્યું કે, “જ્યારે હું કેન્દ્રીય મંત્રી હતો. ત્યારે 11 વખત હુમલા કરવામાં આવ્યા. તે રણનીતિક હુમલા છે. જેનો ખુલાસો કરવાનો હોતો નથી. તેઓએ કર્યું, અમે પણ કર્યું. ” ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર રાવ 2006 સુધી યૂપીએ સરકારનો હિસ્સો રહ્યાં હતા. ત્યારે અલગ તેલંગણા રાજ્યના મુદ્દા પર રાવે રાજીનામું આપી દીધું હતું.

તેલંગાણા ના નલગોંડા જિલ્લામાં એક રેલીને સંબોધન કરતા રાવે આક્ષેપ લગાવતા કહ્યું હતું કે “મોદી પ્રદેશની ટીઆરએસ સરકાર વિરુદ્ધ વોટ લેવા અને રાજનીતિક ફાયદા માટે જૂઠ ફેલાવી રહ્યાં છે. ભાજપના ‘ચોકીદાર’ વાળા કેમ્પેઈન પર ટિપ્પણી કરતા રાવે કહ્યું કે ચા વાળો જતો રહ્યો અને ચોકીદાર આવી ગયો.

વડાપ્રધાન મોદીએ શુક્રવારે તેલંગણાના મેહબૂબ નગરમાં એક રેલીને સંબોધન કરતા મુખ્યંત્રી ચંદ્રશેખર રાવ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ રાવને વંશવાદ તથા તૃષ્ટીકરણની રાજનીતિનો ચહેરો ગણાવ્યો હતો.