IPL ની સિઝનમાં સટોડીયા પકડાવાના યથાવત- જાણો સમગ્ર ઘટના વિગતે

Surat News: સુરતના વરાછા વિસ્તારમાં બે ઈસમો આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હતા.જેની બાતમી વરાછા પોલીસને મળી હતી.ત્યારે તે બાતમીના(Surat News) આધારે વરાછા પોલીસે…

Surat News: સુરતના વરાછા વિસ્તારમાં બે ઈસમો આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હતા.જેની બાતમી વરાછા પોલીસને મળી હતી.ત્યારે તે બાતમીના(Surat News) આધારે વરાછા પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.તેમજ પોલીસ દ્વારા હાલ તેમની સાથે સંડોવાયેલા લોકોને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રંગે હાથ બે સટ્ટોડીયા ઝડપાયા
આ અંગે મળતી માહિતી મુજબ,આઈપીએલ ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટાબેટિંગનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વરાછા પોલીસની ટીમે 26 વર્ષીય નિકુંજ અનિલભાઈ ચોલેરાને(રહે.કેશવપાર્ક એપાર્ટમેન્ટ હીરાબાગ) વરાછા માતાવાડી અંબિકાનગર સોસાયટી પાસે એક વેબસાઈટમાં ઓનલાઇન સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો.બીજી તરફ વિશાલ અશોકભાઈ જોશીને (રહે.ઈશ્વરકૃપા સોસાયટી કુબેરનગર,વરાછા) વરાછા વિસ્તારના રંગઅવધૂત સર્કલ પાસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો
આ આરોપીઓ પાસેથી પોલીસે મોબાઈલ ફોન તેમજ અન્ય રોકડ મળી 50,000 જેવો મુદ્દામાલ કબ્જે કરી તેની કાયદેસરની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ મોકલી આપી તેના વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રિકેટના સટ્ટાના મૂળ સુધી પોલીસ કેમ પહોંચતી નથી
ક્રિકેટનો સટ્ટો રમતા સટોડિયા વારંવાર પકડાતા હોય છે અને તેમની સામે કેસ પણ થતા હોય છે.પોલીસની તપાસમાં બૂકીના નામો પણ ખૂલે છે.સટ્ટાકાંડનું નેટવર્ક આંતરરાષ્ટ્રિય સ્તરે ફેલાયેલું છે.પરંતુ પોલીસ બૂકીઓ સુધી પહોંચી શકતી નથી.જેને કારણે સ્થાનિક સ્તરે પકડાતા સટોડિયાઓનું કાંઇ બગડતું નથી અને તેમની હિંમત વધતી જાય છે.