અમદાવાદ(Ahmedabad): ધંધુકા(Dhandhuka)ના કિશન ભરવાડ(Kishan Bharvad)ની હત્યામાં કરણી સેના પણ હવે મેદાનમાં આવી છે. કરણી સેના(Karni Sena)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત એકમના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત(Raj Shekhawat) કિશન ભરવાડના પરિવારને મળવા ગયા હતા. મુલાકાત દરમિયાનનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે કિશન ભરવાડના હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી છે. તેણે આરોપીઓ અને ષડયંત્રકારોને એમ પણ કહ્યું કે “હિંદુસ્તાન અમારું છે. તેમણે સરકાર પાસે માંગ કરતા કહ્યું છે કે, વહેલી તકે હત્યારાઓને ફાંસી આપવામાં આવે. જો ફાંસી નહીં આપવામાં આવે તો ગુજરાત અને ભારત બંધ જાહેર કરવામાં આવશે.
રાજકોટમાં સમસ્ત માલધારી સમાજે પણ કિશન હત્યા કેસના આરોપીઓનું તાત્કાલીક એન્કાઉન્ટર કરવા માંગ કરી છે અને સાથે જ “કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈ” ના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. રાજકોટમાં ઉગ્ર પ્રદર્શન કરી રહેલા ટોળાએ પોલીસ પર લાઠીચાર્જ કર્યો હતો અને પરિણામે કેટલાક યુવાનો ઘાયલ થયા હતા. રાજકોટની વાત કરીએ તો રેસકોર્સ રોડ થઈને કલેક્ટર કચેરી તરફ જતા રોડ પર મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો એકઠા થયા હતા.
જોકે, માત્ર માલધારી સમાજ જ નહીં પરંતુ હિન્દુ સંગઠનો, સ્થાનિક યુવાનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ‘કિશનના હત્યારાઓને ફાંસી આપો… ફાંસી આપો…, હિંદુ સંસ્કૃતિ ઝિંદાબાદ’ના નારા સાથે લોકોના ટોળા આ રસ્તા પર ઉમટી પડ્યા હતા. આ તમામ યુવા-સમાજના આગેવાનોની એક જ માંગ હતી કે કિશનના હત્યારાઓને ગમે તે ભોગે સજા મળવી જોઈએ. આ રીતે આ દેશમાં હિન્દુ સંસ્કૃતિ પર હુમલો થાય તે ચલાવી લેવામાં નહી આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.