એસ.એસ.રાજામૌલીની ફિલ્મ આર.આર.આર (RRR) રીલીઝ થઇ ચુકી છે. બાહુબલી પછીની રાજામૌલીની આ પેહલી ફિલ્મ છે, જુનિયર એન.ટી.આર અને રામચરણની આ ફિલ્મ કેવી છે ચાલો જાણીએ. ભારતમાં પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક કથાઓ પર ફિલ્મો બનતી રહે છે, પણ પૌરાણિક કથાઓને ઐતિહાસિક કથાઓ સાથે મિક્સ કરીને ફિલ્મી દુનિયામાં પોતાનો જાદુ ચલાવી જાણવામાં એસ.એસ.રાજમૌલી ઉસ્તાદ બની ગ્યા છે.
ફિલ્મ RRR નો જાદુ ફિલ્મજગત પર સૌંને ઓળઘોળ કરી મુકશે. બહુબલીમાં રાજામૌલીએ સૌંને મહાભારતના દર્શન કરાવ્યા હતા, ત્યારે ફિલ્મ આર.આર.આર માં તેઓ બ્રિટીશ સરકારના શાસન દરમિયાન થયેલી ક્રાંતિના દર્શન સાથે તેમણે રામાયણના દર્શન પણ કરાવ્યા છે.
ચાલો, હવે ફિલ્મની થોડી સફર પણ કરી લઈયે. ફિલ્મમાં “રામ” (Ramcharan) એક બ્રિટીશ સરકારના પોલીસ અધિકારી છે. જેમનું કામ ક્રાંતિકારીઓને પકડીને તેમણે જેલમાં ધકેલવાનું, અને તેમને સજા આપવાનું હોય છે. જોકે “રામ” ત્યાં પોતાના મકસદ માટેજ નોકરી કરતા હોય છે. જ્યારે બીજી તરફ “ભીમ” (જુનિયર એનટીઆર) કે જેઓ જંગલ વિસ્તારમાં રેહતા હોય છે, તેમના આદિવાસ સમાજની એક કુમળીવયની દીકરીનું અપહરણ કરીને બ્રિટીશ સરકાર પોતાની સાથે લઇ જાય છે. તેને છોડાવવાના મકસદથી ભીમ જંગલ છોડીને દિલ્હી આવે છે.
અને અહિયાં ભીમ અને રામ પેહલીવાર મળે છે, અને તેમની વચ્ચે દોસ્તીં થઇ જાય છે. પરન્તુ આગળ જતા તેમની વચ્ચે દુશમની થઇ જાય છે. અને એક બીજાનું ખૂન કરવા માટેના તમામ પ્રયાસો અને બંને વચ્ચે જોરદાર લડાઈ પણ થય છે. અને ફિલ્મના અંતમાં રામાયણના દર્શન સાથે જ જેવી રીતે રામ, સીતા, અને હનુમાન મળીને લંકાનો સર્વનાશ કરે છે.
દરેક ક્ષણની વાત કરીએ તો એસ.એસ. રાજામૌલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, લોકો નું દિલ કેવી રીતે જીતવું? થિયેટરમાં લોકો સીટીઓ કેવી રીતે વગાડશે. ૫૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં ઘણા બધા એવા છે કે, જેમાં તમે તાળીઓ વગાડવા માટે મજબૂર થઈ જશો. ખાસ કરીને રામચરણ અને જુનિયર એનટીઆરની એન્ટ્રી રુંવાડા બેઠા કરી દે તેવી છે. આ ફિલ્મ તમે એકવાર જોશો તો તમને બીજી વાર જોવા પર જરૂરથી મજબૂર કરી દેશે.
અજય દેવગણનું આ ફિલ્મમા ખુબ જ અગત્યનો રોલ છે. રાજામૌલી તેની જબરદસ્ત સિનેમેટોગ્રાફી માટે ખૂબ જ પ્રખ્યાત છે. આખી ફિલ્મ તમને કંઈક અલગ જ દુનિયામાં લઈ જાય છે. ફિલ્મમાં જોરદાર એક્શન, ભીમ રામની દોસ્તી અને ભીમનો બાલી પ્રત્યેનો પ્રેમ ફિલ્મમાં જોશ પુરે છે. ઈન્ટરવલ પહેલાંના ફેઝમાં ફિલ્મ્સ સાથે જકડી રાખે છે, અને ત્યાં સુધી કે ફિલ્મના ઇન્ટરવલમાં પણ તમને બહાર જવાનું મન થશે નહી.
શિખર પ્રસાદનું એડીટીંગ ખુબ જ જોરદાર છે, ત્યારે ઇન્ટરવલ પછી ફિલ્મમાં રામચરણની રામના અવતાર મા એન્ટ્રી તેને છેક છેલ્લે સુધી સંભાળી રાખવી બરાબર જામતું નથી. ફિલ્મમાં સીતા બનેલી આલિયા ભટ્ટ તેમનો રોલ ખૂબ જ ટૂંકો હતો. પણ તેમનું વિશેષ કોઇ મહત્વ હતું નહીં, હા અજય દેવગણની એન્ટ્રી પર થિયેટરમાં ખૂબજ સીટીઓ વાગી હતી.
રામચરણ અને જુનિયર એન.ટી.આરની કેમેસ્ટ્રી ફિલ્મમાં ખુબજ જોરદાર છે. બંને એકબીજાને ખુબ જ જોરદાર ટક્કર આપી રહ્યા છે. પાવરફુલ એક્શન અને લાગણીસભર દ્રશ્યોની સાથે બંને સાઉથના સુપરસ્ટારની જોડિ ફિલ્મ રસિકોને ખૂબ જ ગમવાની છે. ફિલ્મમાં ઓછો રોલ મળવા છતાં પણ, અજય દેવગણએ ફિલ્મમાં પોતાની એક્ટિંગ થી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આલિયા ભટ્ટ માટે ફિલ્મમાં કંઈ નવું કરવા જેવું નહોતું. કદાચ તેમની જગ્યાએ કોઈ બીજુ હોત તો પણ ફિલ્મને કોઈ ફરક ના પડેત.
તો બીજી તરફ અજય દેવગણની પત્ની તરીકે શ્રેયા રામચરણ તેમજ તેમની સાથે છત્રપતિ શેખર, મકરંદ દેશપાંડે, જેવા કલાકારોએ પણ તેમની તેમનો કિરદાર લગન અને ખંતથી ખુબ જ સરસ કર્યો છે. હવે વધારે જાણવા માટે તો તમારે થિયેટરમાં ફિલ્મ જોવા જવું પડશે ને? ફિલ્મમાં સીટીઓ તો જરૂરથી વાગશે ફિલ્મ જોઇને તમે અલગજ દુનિયામાં ફરીને આવ્યાનો એહસાસ પણ ચોક્કસ કરી શકશો…. તો રાહ શેની જુઓ છો? ફટાફટ ફિલ્મ જોઈ આવો અને પછી અમને કોમેન્ટસમાં જણાવો કે તમને આ ફિલ્મ કેવી લાગી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.