દારૂના નશામાં ચુર કાર ચાલકે શાળાના 6 વિદ્યાર્થીઓને કચડ્યા- જાણો ક્યાં બની દર્દનાક ઘટના

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં સતત ફેલાઈ રહેલ કોરોના વાયરસ કરતાં પણ વધુ જોખમી દેશમાં માર્ગ અકસ્માત સાબિત થયા છે. કોરોના કરતાં પણ વધારે લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.

હ્રદય કંપી ઉઠે એવી એવી ઘટના સામે આવી છે. એક કાર ચાલકે 100ની સ્પીડે વાહન હંકારીને એકસાથે શાળાના 6 બાળકોને કચડી નાંખ્યાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એકસાથે 5 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બુધવારની સાંજના સમયે શાળામાંથી છુટેલા બાળકો પગપાળા ઘર બાજુ જઈ રહ્યા હતા.

તેઓને એક દારૂના નશામાં ધૂત કાર ચાલકે અડફેટે લીધા હતા. બધાં જ બાળકો રોડ પરથી દૂર ચાલીને જઈ રહ્યા હતા, એમ છતાં માતેલા સાંઢની જેમ કાર ચાલકે તમામ બાળકોને કચડી નાંખ્યા હતા. પોલીસની તપાસમાં ઈનોવા કારમાં સુરેશ તેમજ અશોક કુમાર સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આની સાથે જ તે કારને નશામાં ધૂત થઈને હંકારી રહ્યો હતો. પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે અશોક ભાગી ગયો છે. બંને દારૂના નશામાં ધુત હતા અને મોટા અવાજે મ્યુઝિકની સાથે કારને સુરેશ 100ની સ્પીડમાં હંકારી રહ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં ભાઈ-બહેન સહિત 5 બાળકોના મોત થયા છે.

જ્યારે એક છાત્રાની હાલત ખુબ ગંભીર છે. આ બાળકો દાંતવાડાની શાળામાં ધોરણ 9 તથા 10માં અભ્યાસ કરતા હોવાંનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતુ. આની સાથે જ સમગ્ર ઘટનાને નજરે જોનાર લોકો જણાવે છે કે, બેફામ રીતે દોડાવી રહેલ કારે પહેલાં 2 ચક્કર લગાવ્યા હતા.

જયારે ત્રીજીવખતનાં ચક્કરમાં રોડથી દૂર ચાલી રહેલા 6 બાળકોને અડફેટે લેતાં મોત થયા હતા. માર્ગ અક્સંતની આ કરુણ ઘટના રાજસ્થાનમાં આવેલ જાલોર વિસ્તારમાંથી સામે આવી છે. એકસાથે 6 બાળકોના મોત થતાં પરિવારજનોમાં તેમજ સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *