રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક લગ્નની ખુશીઓ તે સમયે દુઃખમાં બદલાઈ ગઈ છે, જ્યારે નવવધૂએ પુલ પર ગાડી રોકાવી નદીમાં છલાંગ લગાવી દીધી. આ જોઈ દુલ્હા સહિત તમામ પરિવારજનોના હોશ ઉડી ગયા અને તેઓને કશું સમજમાં ન આવી રહ્યું હતું. છોકરીના પરિવારજનોની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ છે.
હકીકતમાં સવાઈ માધોપુરના અલ્લાહ્પુર ગામમાં ધૂમધામથી એક યુવતીના લગ્ન થયા હતા. લગ્ન બાદ તે પોતાના પતિ સાથે પહેલી વખત સાસરે જવા માટે ઘરેથી વિદાય થઈ. દુલ્હન ચંબલ નદી પર બનેલા પુલ ઉપર ઉલટી થવાનું બહાનું કાઢી બોલેરો ગાડી રોકાવી દીધી.
યુવતી ગાડીમાંથી બહાર નીકળી અને જ્યાં સુધી લોકો કોઈ સમજી શકે તેના પહેલા તો જ તેણે પુલની રેલિંગ કૂદી નદીમાં છલાંગ લગાવી દીધી. આ જોઈ વરરાજા સહિત તેના સાથી બૂમો પાડવા લાગ્યા જેને સાંભળી સ્થાનિક લોકો ત્યાં ભેગા થઈ ગયા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
પોલીસે ગ્રામીણ લોકોના સહયોગથી બોટ દ્વારા ગોતાખોર નદીમાં ઉતર્યા અને દુલ્હનની શોધખોળમાં લાગી ગયા. ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ દુલ્હનનો કશો પત્તો ન ચાલ્યો જેના બાદ તેના પરિવારજની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ.
પરિવારજનોના અનુસાર એક દિવસ પહેલા જ તેની દીકરીના લગ્ન થયા હતા અને લગ્ન દરમિયાન તે ખુબ ખુશ હતી. પરિવારજનોએ જણાવ્યું કે યુવતીએ પોતાના પતિ સાથે લગ્નમાં ખૂબ ડાન્સ પણ કર્યો હતો.
જે પુલ ઉપરથી યુવતીએ છલાંગ લગાવી તેને ચંબલ નદીનો પુલ કહેવામાં આવે છે. જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સીમા ઉપર ચંબલ નદી ઉપર બનાવવામાં આવ્યો છે. આ ઘટનાની જાણકારી મળતા રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશ બંનેની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસમાં લાગી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news