2005 માં RTI નો કાયદો આવ્યા બાદ ભલ ભલા નેતાઓના ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે વર્ષ 2003 માં, કહેવાતા ગાંધી અને રાજસ્થાનના જનનાયક અશોક ગેહલોતે જયપુરના સૌથી ખર્ચાળ વિસ્તારમાં વિદ્યાધર નગર માં એક અબજોપતિ રવિકાંત જયપુરિયાને માત્ર 63 લાખમાં લગભગ 200 કરોડની જમીન આપી હતી જે મુદ્દે RTI માં ખુલાસો થતા ભાજપ ગેલમાં આવી ગયું છે.
રાજસ્થાનના જાણીતા RTI એક્ટીવીસ્ટ ગોવર્ધન સિંહ ત્યાની ભાજપ હોય કે કોંગ્રેસ બંને સરકારના નાકમાં દમ કરી દીધો છે. ગોવર્ધન સિંહે આપેલી માહિતી અનુસાર મુખ્યમંત્રી અશોક ગેહલોતે 2003માં સરકારી જમીન એક અબ્જોપતીને પાણીના ભાવે આપી દીધી છે.
આ અબજપતિ એ આ જમીન શાળા બનાવવા માટે માંગી હતી, પરંતુ હજી સુધી આ જમીનમાં શાળા બની નથી. હજી પણ આ જમીન ખાલી જ પડી છે. શાળા માટે માત્ર ૫૪૦૦ ચોરસ મીટરની જમીન માંગવામાં આવી હતી પરંતુ રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી જયારે 2003 માં મુખ્યમંત્રી હતા ત્યારે ૯૪૦૦ ચોરસ મીટર જમીન આપી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ ભ્રષ્ટાચાર બહાર આવત્તા ભાજપ માં ખુશીનો માહોલ છે. મધ્યપ્રદેશ માં સરકાર પલટયા બાદ હવે મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ ડામાડોળ છે અને હવે રાજસ્થાનમાં પણ જો આ ભ્રષ્ટાચારને કારણે ભાજપને ફાયદો થયો તો તેમની સરકાર બનાવવાની હેટ્રિક સર્જાય તો નવાઈ નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news