રાજસ્થાન માંથી દિલધડક ઘટના સામે આવી છે. રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના એક સાસરિયા પક્ષ પર આરોપો છે, કે તેની પુત્રવધુને ઝેર આપીને હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો. પુત્રવધુએ મરતા પહેલા હોસ્પીટલમાંથી તેનાપર થયેલા જુર્મનો વીડિઓ બનાવીને સાસરીયા પક્ષ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. પુત્રવધુનું કહેવું છે કે દહેજ માટે તેને ઢોરમાર મારવામાં આવે છે. તેણીના લગ્ન હજી દોઢ(1.5) મહિના પહેલા જ થયા હતા.
તમને જણાવી દઈએ કે 26 અપ્રિલના રોજ ભીલવાડા પોલીસ સ્ટેસનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભેરુલાલની પુત્રી પ્રિયાના લગ્ન વિક્રમ સાથે થયા હતા. જ્યાં લગ્નના બે-ચાર દિવસો બાદ, પ્રિયાની સાસુએ દહેજ ન આપવાને કારણે હેરાન-પરેશાન કરવાનું શરુ કર્યું હતું. તેને સાસરિયા પક્ષે ઢોરમાર મારવાનું ચાલુ કર્યું હતું.
કેટકાલ સમયથી પ્રિયાને માર મારવામાં આવતો હતો, જેથી કરીને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી પ્રિયા જીંદગી અને મોતની વચ્ચે જજુમી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને પુત્રવધુએ સાસરિય પક્ષ દ્વારા થતા જુર્મની કહાની સભળાવી હતી.
મૃત્યુ પહેલા પ્રિયાએ વીડિઓ બનાવીને તેની સાથે થયેલા દુર વ્યવ્હારની જ નહિ, પરંતુ તેની સાથે થયેલા દુષ્કર્મોનો પણ પર્દાફાશ કર્યો હતો. જેમાં સાસુ-સસરાએ કરેલી અસામાજિક હરકતોનો પણ પર્દાફાશ કર્યો હતો. તેણીએ એ પણ જણાવ્યું કે, કેવી રીતે તેના સાસરિયાઓ તેને જંગલમાં લઇ જઈ તેના કપડા ઉતારી તેના પ્રાઇવેટ પાર્ટ પર મરચા નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જેમ-તેમ કરીને ત્યાંથી ભાગી નીકળી હતી.
પીડિતાએ જણાવ્યું કે, સાસરયાઓએ મને ઘણીવાર ઢોર માર માર્યો હતો. તેમણે 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ મારી પાસે આપવા માટે 6 હજાર પણ નહોતા. મારા સાસુ અને સાસરિયાએ મને ઝેર ખવડાવી દીધું હતું. ઝેર પિતા પહેલા પ્રિયાએ બીજો એક વીડિઓ બનાવી જણાવ્યું હતું કે, મારા મોતનું કારણ મારા સાસુ, સસરા અને ભાભી છે. તેમણે મને ખુબ માર-મારી અને મારા કપડા પણ ફાડી નાખ્યા હતા.
પ્રિયાના પિતાએ કહ્યું છે કે, લગ્નમાં તેમને સોના-ચાંદીના ઘરેણાં, ટીવી, ફ્રિજ, કુલર, અલમારી, ડબલ બેડ અને વાસણો તેમજ દહેજની બધી જ વસ્તુઓ આપી હતી. પરંતુ તેની સાસુ મારી પાસેથી 6 લાખની માંગણી કરતી હતી. 6 લાખ આપો અને તમારી દીકરીનું ઘર બચાવો કહ્યું. જયારે મેં રૂપિયા આપવાની ના પડી, ત્યારે તેઓએ મારી પુત્રીને માર મારવાનું શરુ કર્યું હતું. હું સાસરિયના ઘરે ગયો, પણ તેઓએ મારી વાત સાંભળી નહિ.
ભીલવાડા જીલ્લાના S.P વિકાસ શર્માએ જણાવ્યું કે આ ધટનાની જાણ થતા જ અમે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. મૃતદેહનું પોર્સ્મોટમ કરાયું છે. જે કોઈ પણ સબુત હાથ લાગશે તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.