રૂપાણી સરકારનો મોટો નિર્ણય: RT-PCR ટેસ્ટના ભાવમાં આપી મોટી રાહત, હવે લેવાશે આટલા રૂપિયા 

રાજ્યની રૂપાણી સરકારે કોરોના માટેના RT-PCR ટેસ્ટના ભાવમાં મોટી રાહત આપી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી છે કે, હવે ખાનગી લેબમાં પણ RT-PCR ટેસ્ટ ફક્ત 400 રૂપિયામાં થશે. પહેલા ખાનગી લેબમાં 700 રૂપિયા ટેસ્ટ માટે લેવામાં આવતા હતા. દર્દીના ઘરે જઈને કરવામાં આવતા ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. દર્દીના ઘરે RT-PCR ટેસ્ટ માટે 550 રૂપિયા લેવામાં આવશે. જયારે સરકારી હોસ્પીટલમાં કોરોનાના મફતમાં જ ટેસ્ટ કરવામાં આવે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું છે કે, હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં છે. કોરોનાના કેસો સતત દિવસેને દિવસે ઘટી રહ્યા છે અને સાથે સાથે અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. રસીકરણનું કામ પણ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે.આગામી રવિવારના રોજ જે વ્યક્તિઓનો બીજો ડોઝ લેવાનો બાકી છે ફક્ત તેવા જ વ્યક્તિઓનો કેમ્પ યોજવામાં આવશે. આ રવિવારના રોજ બીજા ડોઝ વાળા લોકો માટે રસીકરણની કામગીરી શરુ રહેશે.

સાથે તેમણે જણાવતા કહ્યું છે કે, કોર કમિટીની બેઠકમાં ત્રીજી લહેરને લઈને સતત આયોજન કરી રહ્યા છે. સમગ્ર દુનિયા અને ભારતના કેટલાક રાજ્યમાં કોરોનાના વધુ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તેમના માટે અત્યારથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર દેશમાં કુલ 1 કરોડ 61 લાખ RT-PCR ટેસ્ટો કરવામાં  આવ્યા છે. જયારે 91 લાખ જેટલા રેપીડ ટેસ્ટ રાજ્ય સરકારે અત્યાર સુધી કર્યા છે. ખાનગી લેબમાં પણ RT-PCR ટેસ્ટ ફક્ત 400 રૂપિયામાં થશે. 300 રૂપિયા નો રાજ્ય સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. ખાનગી લેબ ઘરે જઈને ટેસ્ટ કરવામાં આવે તો અત્યાર સુધીમાં 900 રૂપિયા હતો જેમાં 350 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે  550 રૂપિયા જ ચાર્જ લેવામાં આવશે.

આગામી 7 ઓગસ્ટના રોજ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જેને લીધે રાજ્ય સરકાર 9 દિવસ અલગ  અલગ કાર્યક્રમો કરવામાં  આવશે. જે કાર્યક્રમમાં વડાપ્રધાન અને ગૃહ મંત્રીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજ્ય સરકારે  આમંત્રણ આપવામાં આવેલ છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી 9 દિવસો પૈકી કોઈ એક દિવસ માટે સમયફાળવશે અને વર્ચ્યુલી આ કાર્યક્રમમાં જોડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *