રાજસ્થાન(Rajasthan): કોટામાં એક વૃદ્ધ પિતાએ ઘરથી અડધો કિમી દૂર જઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેણે ઝાડ પર ફાંસી લગાવી દીધી. આધેડ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં બીમારીના કારણે આપઘાત કર્યાનું લખ્યું છે. સુસાઈડ નોટમાં રામકિશને લખ્યું છે કે ‘હું બીમારીથી પરેશાન છું, મારા બાળકોને પરેશાન કરવા નથી માગતો. એટલા માટે હું ફાંસી ખાઈ લઉં છું’. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી છે. મામલો કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારના નંતા વિસ્તારનો છે.
રામકિશન સૈની (55) મેડિકલ શોપમાં કામ કરતો હતો. સોમવારે રાત્રે ઘરેથી જાણ કર્યા વગર નીકળી ગયો હતો. આજે સવારે તેનો મૃતદેહ ઘરથી અડધો કિલોમીટર દૂર કેનાલ પાસે ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. ઝાડ પર લાશ જોઈ લોકોએ પોલીસને જાણ કરી. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. સ્થાનિક લોકોની મદદથી પોલીસે મૃતદેહને નીચે ઉતારી MBS હોસ્પિટલના શબઘરમાં ખસેડી હતી. રામકિશન સૈનીને બે પુત્ર છે. બંને પરિણીત છે. જેઓ પરિવાર સાથે રહે છે.
મળતી માહિતી મુજબ, રામકિશનને 4-5 વર્ષથી ઘૂંટણમાં દુખાવો થતો હતો. જેના કારણે ઉઠવા, બેસવામાં અને ભોજન લેવામાં તકલીફ પડતી હતી. તેની સારવાર પણ ચાલી રહી હતી. રામકિશનના નાના પુત્ર રણજીતે કહ્યું- નવરાત્રી ચાલી રહી છે. સોમવારે સાંજે પરિવારના તમામ સભ્યોએ પૂજા કરી સાથે ભોજન લીધું હતું. પછી ઊંઘ આવી ગઈ. સવારે પાડોશીએ પિતાની લાશ ઝાડ પર લટકતી હોવાની જાણ કરી હતી. બનાવના દિવસે મોટો ભાઈ તેના સાસરે ગયો હતો.
કુન્હાડી પોલીસ સ્ટેશનના ASI કરતાર સિંહે જણાવ્યું કે, નાંતા કેનાલના કિનારે એક વ્યક્તિની આપઘાતની માહિતી મળી હતી. ઘટનાસ્થળે જઈને જોયું તો એક વ્યક્તિ ઝાડ પર 15 ફૂટ ઉપર લટકતી હતી. તેના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં બીમારીથી પરેશાન થવાનું કારણ જણાવવામાં આવ્યું છે. પરિવારજનોના રિપોર્ટના આધારે કેસ નોંધીને તપાસ કરવામાં આવશે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.