દીકરાનું મૃત્યુ થતા સાસુએ પુત્રવધુને ભણાવી-ગણાવી કરાવ્યા બીજા લગ્ન- સમાજમાં પ્રસરાવી અનોખી પહેલ

જમાનો બદલાય રહ્યો છે તે વાતનું સબુત આપતા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન (Rajasthan) માં રહેતા કમલા દેવીએ પુત્રના મૃત્યુ બાદ પુત્રવધૂના બીજા લગ્ન (second marriage) કરાવ્યા હતા. રાજસ્થાન જ્યારે બાળ લગ્ન તેમજ દહેજના જેવી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યું છે, ત્યારે રાજસ્થાનની એક મહિલાએ એક પ્રેરણાપૂર્વક કાર્ય કર્યું છે. હવે ધીરે ધીરે લોકોનો મહિલાઓ પ્રત્યેનો અભિગમ બદલાઈ રહ્યો છે. કારણ કે, મહિલાઓ જે ઈચ્છે તે કરી શકે છે. આજના સમયમાં તે કોઈનાથી પાછળ નથી.

મળતી માહિતી અનુસાર સીકરના ફતેહપુર નામના એક નાનકડા ગામમાં રહેતી શિક્ષિકા કમલા દેવીએ એક પ્રેરણાપૂર્વક દાખલો બેસાડ્યો છે અને સમાજને સકારાત્મક પરિવર્તનનો સંદેશ આપ્યો છે. તે હવે સમાજમાં જીવતી અન્ય ઘણી સ્ત્રીઓ માટે પ્રેરણા બની છે. તેમણે પોતાની પુત્રવધૂને નવું જીવન આપ્યું છે. હાલ સમયની સાથે સાથે લોકોની વિચારસરણીમાં પણ ઘણો બધો બદલાવ જોવા મળી રહ્યો છે, જયારે એક સમય એવો પણ હતો કે પુત્રવધૂઓને સમાજમાં જે માન-સન્માન મળવું જોઈએ તે મળતું નહોતું.

પણ હાલ સમય બદલાતા સમાજ અને વિચાર બંને બદલાઈ રહ્યા છે. આજ કાલ દરેક માતા-પિતા ઈચ્છતા હોય છે કે તેઓની દીકરીઓ ભણે અને ખુબ આગળ વધે. સીકરના એક નાનકડા ગામમાં રહેતી કમલા દેવીએ બ્રેઈન સ્ટ્રોકના કારણે પુત્ર ગુમાવ્યો હતો. પરંતુ આ પછી કમલા દેવીએ તેમની વહુ સુનીતાને ઘણું શીખવ્યું અને એટલું જ નહીં, પરંતુ પુત્રવધૂના ફરીથી લગ્ન પણ કરાવ્યા.

જાણવા મળ્યું છે કે, કમલા દેવી પોતે એક સરકારી શાળામાં શિક્ષક છે. જયારે કમલાદેવીએ પોતાના પુત્રના લગ્ન કરાવ્યા હતા, ત્યારે તેમણે તેમની વહુ પાસેથી કોઇપણ પ્રકારનું દહેજ લીધું ન હતું. તેમના પુત્રના મૃત્યુ પછી કમલા દેવીએ તેમની પુત્રવધૂને અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ સુનિતાને તેમણે માસ્ટર્સ કરવા કહ્યું અને પછી તેમને B.Ed ડિગ્રી મેળવવામાં પણ ખુબ જ મદદ કરી. સુનીતાએ પણ સાસુ-સસરાની વાત માની લીધી હતી.

5 વર્ષ સુધી સખત મહેનત કર્યા બાદ હાલમાં સુનીતા ચુરુ જિલ્લાના સરદાર શહેરના નૈનાસર સુમેરિયામાં શિક્ષિકા તરીકે કામ કરી રહી છે. કમલા દેવીએ તેમની પુત્રવધૂના ફરીથી લગ્ન કરાવ્યા તેમજ એક માતા તરીકે તેમની વહુનું કન્યાદાન પણ કર્યું હતું. પુત્રવધૂને વિદાય કરતી વખતે કમલા દેવી રડી પડ્યા હતા. તેની પુત્રવધૂના ફરીથી લગ્ન કરવાના તેના નિર્ણય માટે દરેક તેના વખાણ કરી રહ્યા છે. કમલા દેવીને તેમની વહુ માટે ખૂબ જ સારો અને ભણેલો છોકરો મળ્યો છે.

સુનિતાના પતિનું નામ મુકેશ છે અને તે હાલમાં ભોપાલમાં CAG ઓડિટર તરીકે કામ કરે છે. મુકેશના પરિવારમાં માતા-પિતા અને ભાઈઓ છે, જેઓ સીકરના ચાંદપુર ગામમાં રહે છે. મુકેશની પહેલી પત્ની સુમન બગડિયા હતી, જે પિપરાલી ગામની રહેવાસી હતી, જેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સુમન રાજસ્થાન પોલીસમાં ASI હતી. આ એ વાતનું સબુત છે કે, સમયની સાથે સાથે સમાજ તેમજ લોકોની વિચારસરણી બદલાય રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *