ગુજરાત (Gujarat): અમીરગઢમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિરે ભરાયેલા શિવરાત્રિના મેળાનું આયોહન કરવામાં આવ્યું હતું. વિશ્વેશ્વર મહાદેવના મંદિરે ભરાયેલા શિવરાત્રિના મેળામાં મારા મારીની ઘટના સામે આવી છે. મેળામાં મારક હથિયારો સાથે લઈને ઘૂસી ગયા હતા. આ ટોળકી રાજસ્થાનની હતી અને મેળામાં લૂંટના ઇરાદે આવી હતી.
રાજસ્થાનની ટોળકીએ લૂંટના ઇરાદે એક યુવક પર તૂટી પડી હતી. યુવકને મેળામાં હજારો લોકોની વચ્ચે પહેલા ઢોરમાર માર્યો અને ત્યાર બાદ બાજુના ખેતરમાં લઇ ગયા હતા. ખેતરમાં લઇ ગયા બાદ ત્યા પણ યુવાનને ઢોરમાર માર્યો હતો. પછી યુવક મરી ગયો છે તેવું સમજીને લૂંટ ચલાવીને શખ્સો ફરાર થઇ ગયા હતા. આવો આક્ષેપ યુવકના પિતા દ્વારા કરવામાં આવ્યો છે.
બનાસ નદીના કિનારે જે અમીરગઢમાંથી પસાર થઇ છે, ત્યાં નદીના કિનારે વિશ્વેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહી દર વર્ષે શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં આ મેળામાં ભક્તો ઉમટી પડે છે. ગઇકાલે ભરાયેલા આ મેળામાં અમીરગઢમાં આવેલા ખુનીયા ગામના સરપંચ અણદાભાઇ વાંસિયાનો પુત્ર પંકજ પણ ગયો છે.
મળેલી માહિતી અનુસાર રાજસ્થાનની 60થી 70 લોકોની ટોળકી લૂંટના ઇરાદે મેળામાં ઘૂસી હતી. આ ટોળકીએ પંકજ પાસે મોબાઇલ અને રુપિયાની માગણી કરી જયારે પંકજએ આપવાની નાં પડી ત્યારે તેને મારવાનું શરુ કર્યું હતું. પંકજની ચોખ્ખી ના સાંભળીને ટોળકી પંકજ પર તૂટી પડી હતી.
View this post on Instagram
અત્યરે એ જાણવા મળ્યું છે કે આ ટોળકીમાં કયા કયા ગામના લોકો સામેલ હતા. અત્યારે હોસ્પિટલમાં હોવાથી પોલીસને કાઈ પણ જાણ કરી નથી, પરંતું જલ્દીથી આ ઘટના અંગે પોલીસને જાણ કરીશું તેવું પંકજના પિતા અણદાભાઇએ જણાવ્યું હતું. આ અંગે પોલીસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ અંગે હજુ કોઇ ફરિયાદ કે અરજી કરવામાં અવી નથી, મળ્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.