IPL હમણાં થોડા દિવસોથી ખુબ જ ચર્ચામાં છે. એવામાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની વાત આવે ત્યારે રજત પાટીદાર(Rajat Patidar) પણ યાદ આવે. રજત પાટીદારે IPLની પ્લેઓફમાં સદી લગાવી નવો ધૂમકેતુ બનીને સામે આવ્યો છે. તેણે મેચમાં 112 રન બનાવ્યા હતા. તે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની પહેલી પસંદ નહોતો, પરંતુ મજબૂરીમાં કોઈ ખેલાડી ઇજાગ્રસ્ત થવા પર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને ટીમમાં સામેલ કર્યો હતો.
આ દરમિયાન રજત પાટીદાર ઈન્દોરમાં લગ્નની તૈયારીઓમાં લાગ્યો હતો અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું તેડું આવી ગયું. તે લગ્નની તૈયારીઓ છોડીને IPL રમવા જતો રહ્યો હતો. આ અંગે રજત પાટીદારે કપીશ દુબે સાથે લીગની પોતાનો પહેલો અનુભવ શેર કર્યો છે. રજત પાટીદારે જણાવ્યું કે, હું હતાશ થતો નથી અને સિલેક્શન બાબતે વધારે વિચારતો નથી. હું પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને ટીમ પર ધ્યાન આપી રહ્યો હતો. પ્રદર્શન મારા હાથમાં છે અને તેના પર ધ્યાન આપું છું.
લગ્નની તૈયારીઓ છોડીને લીગ રમવા ગયો, જ્યારે રમવાની આશા નહોતી. ખરાબ ન લાગ્યું?
આ સવાલનો જવાબ આપતા તેણે કહ્યું કે, ત્યારે રણજી મેચ પણ નહોતી. IPLમાં સિલેક્શન પણ થયું નહોતું. ઘરમાં લગ્નની ચર્ચા હતી અને લગ્નની તારીખ નક્કી થવાની હતી. આ દરમિયાન આચનક તેડું આવી ગયું. લગ્ન તો બાદમાં પણ થઈ શકે છે, એટલે તૈયારીઓ છોડીને જતો રહ્યો. મારા નિર્ણયમાં બંને પરિવારોની સહમતી હતી.
આ પછી જયારે પૂછવામાં આવ્યું કે, પ્લેઇંગ ઇલેવનમાં પહેલો ચાન્સ કઈ રીતે મળ્યો?
અહીં રજતે જણાવ્યું કે રાજસ્થાન રૉયલ્સ સાથે મેચ માટે ટીમને ટોચના ક્રમમાં બેટ્સમેનની જરૂરિયાત હતી. કોચ સંજય બાંગરે એક દિવસ અગાઉ મને કહ્યું કે, અમે તને ચાન્સ આપી રહ્યા છીએ. હું અવસરની શોધમાં હતો અને પોતાને તૈયાર કરતો રહેતો હતો. પહેલી ઇનિંગમાં તો મોટી ઇનિંગ ન રમી, પરંતુ ટીમ મેનેજમેન્ટનો ભરોસો જીતી લીધો હતો.
તે પોતાની પ્લેઓફમાં દબાવની ક્ષણોમાં સદી લગાવી, શું પોતાને આશા હતી કે સદી બની જશે?
રજતના જણાવ્યા અનુસાર, સંજય સરે ગુજરાત વિરુદ્ધ મેચ બાદ કહ્યું હતું કે, હું જે રીતે લયમાં રમી રહ્યો છું, સદી બનાવી શકું છું, પરંતુ પ્લેઓફના દિવસે સદીનું વિચાર્યું નહોતું. હું બોલના હિસાબે શૉટ રમી રહ્યો હતો. તે પરિસ્થિતિ એવી હતી કે, મોટો સ્કોર બનાવવાનો હતો એટલે દરેક બૉલ પર મોટા શૉટ મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. 90ના સ્કોર પર પહોંચ્યા બાદ પણ મગજમાં સદી નહોતી.
એક સદીએ તમને લોકપ્રિય બનાવી દીધો, દિગ્ગજોની શુભેચ્છાથી કેવું લાગ્યું?
પાટીદારે જવાબ આપતા કહ્યું હતું કે, સદી બાદ બધાએ શુભેચ્છાઓ આપી, પરંતુ હું વખાણને મગજમાં રાખતો નથી. તેનાથી એકાગ્રતા ભંગ થાય છે. ક્રિકેટરમાં ક્યારેક સારો તો ક્યારેક ખરાબ સમય આવે છે. એટલે વખાણ અને નિંદાથી પ્રભાવિત થતો નથી. એ હકીકત છે કે સદી કરિયરનો ટર્નિંગ પોઈન્ટ છે. એ એલિમિનેટર મેચ હતી અને દરેક પરિસ્થિતિમાં જીતવું જરૂરી હતું.
કરિયરની સફળતાનો શ્રેય કોને આપશો?
આ પ્રશ્નનો જવાબ આપતા રજતે જણાવ્યું કે, બાળપણમાં ક્લબના બેટ્સમેન સચિન ધોલપુરેએ ખૂબ મદદ કરી. જ્યારે 19 વર્ષનો થયો તો અસલી પડકાર અને પ્રતિસ્પર્ધાથી સામનો થયો. એ સમયે પૂર્વ ઇન્ટરનેશનલ ખેલાડી અમય ખરાસિયાએ મારો ટેક્નિકલી સુધારો કર્યો, જે હવે કામમાં આવી રહ્યો છે. કરિયરમાં ઉતાર-ચડાવ આવે છે અને ખરાબ સમયમાં અમય સરે મારા પર ભરોસો કર્યો. હાલમાં મધ્ય પ્રદેશ રણજી ટીમના કોચ ચંદ્રકાંત પંડિત પાસે શીખવા મળી રહ્યો છે.
IPLમાંથી શું શીખીને પાછો આવ્યો?
આ સવાલના જવાબમાં તેને કહ્યું કે, કોહલી મારા આદર્શ છે. તેમને નેટ્સ પર બેટિંગ કરતા જોતો હતો. તેનું ફૂટવર્ક, બેટના ફ્લો જેવી વાતો પર ધ્યાન આપતો હતો. તેઓ મેચમાં કયા પ્રકારની તૈયારી કરે છે. સીનિયર ખેલાડીઓ વચ્ચે રહો તો પોતાની જાતને શીખવાનું મળે છે. એ શીખ્યો કે મેચ દરમિયાન કઈ પરિસ્થિતિમાં કઈ રીતે શૉટ રમાય છે, જે બૉલ વિરુદ્ધ તેની શું રણનીતિ હોય છે. આ અનુભવ ખૂબ ઉપયોગી રહ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.