27 જાન્યુઆરીની રાતે સુરત શહેરના આંગણે ભવ્ય લગ્ન સમારોહ યોજાયા હતો. ક્યારેય ન જોયા હોય… કલ્પના પણ ન કરી શકીએ તેવા આ લગ્ન સમારોહમાં કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દેવામાં આવ્યા હતા. ખાસ તો આ લગ્નમાં હાજરી આપવા ‘ગોડ ઓફ ક્રિકેટ’ તરીકે ઓળખાતા સચિન તેંડુલકર તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. સાથે જ બોલીવુડના અનેક કલાકારોએ પણ આ લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી.
હાલ ચારે બાજુ ચર્ચાઈ રહ્યું છે કે, આટલા ભવ્ય લગ્ન કોના હતા? મિત્રો તમને જણાવી દઈએ કે, આ લગ્ન સુરતના રાજહંસ ગ્રુપના બિલ્ડર વિજય દેસાઈની દીકરી મૌસમના હતા. મૌસમ રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈની ભત્રીજી છે. સુરતના વેસુ ડુમસ રોડ પર ભવ્ય રીતે લગ્નસ્થળ તૈયાર કરવામાં આવ્યું હતું.
ખાસ તો આ લગ્ન સ્થળ ચારધામની થીમ પર તૈયાર કરવામાં આવ્યું હતું. દ્રશ્ય જોઈને ખ્યાલ આવશે કે, આવા અદભુત લગ્ન આ પહેલા ક્યારેય નહિ જોયા હોય. મહત્વની વાત તો એ છે કે, આ લગ્નમાં ક્રિકેટ જગતના ભગવાન મનાતા સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલી તેન્દુલકર ઉપસ્થિત રહ્યા હતા.
ચારધામની થીમ પર તૈયાર કરેલો આ ભવ્ય લગ્ન સમારોહ અદભુત, આલીશાન અને અવિશ્વાસનીય રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. આ સેટ તૈયાર કરવામાં સેકંડો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા હતા.
ખાસ તો આ લગ્ન સમારોહમાં બોલીવુડના અનેક કલાકારો, ક્રિકેટર અને રાજકારણીઓ સહિત અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે, આ લગ્ન સમારોહનું આયોજન 27 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. વીડિયો જોઈને ખ્યાલ આવશે કે કેવા ભવ્ય રીતે આ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
સંગીત સંધ્યાની વાત કરીએ તો, બોલીવુડના અનેક કલાકારોએ સંગીત સંધ્યાની રાતે પર્ફોમ પણ કર્યું હતું. રણવીર સિંહ, મલાઈકા અરોરા, દિયા મિર્ઝા અને નોરા ફતેહીએ પર્ફોમ કર્યું હતું. સાથે જ બોલીવુડના એનર્જેટીક સુપરસ્ટાર રણવીર સિંહે ગુજરાતી ગરબાના તાલે રોનક લગાવી હતી.
અનેક નામચીન મહેમાનો સાથે, યોગગુરૂ બાબા રામદેવ પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા. સાથે જ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ નવજોડાને આશીર્વાદ આપ્યા હતા. સાથે જ બોલીવુડ સેલિબ્રિટી બોની કપૂર, રવિના ટંડન સહિતના અનેક સેલિબ્રિટીઓ લગ્ન સમારોહમાં હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.