રજનીકાંતની ‘જેલર’એ 25 દિવસમાં બનાવ્યા 16 રેકોર્ડ: ‘OMG 2’ અને ‘ગદર 2’ પણ રહી ગયા પાછળ, શું હવે શાહરૂખની ‘જવાન’ તોડી શકશે રેકોર્ડ?

Published on Trishul News at 3:26 PM, Mon, 4 September 2023

Last modified on September 4th, 2023 at 3:28 PM

Jailer Movie Records: સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલરને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 600 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને તમિલ ભાષામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. આ ફિલ્મ માટે રજનીકાંતે 200 કરોડની તગડી ફી લીધી છે. તમને જણાવી દઈએ કે, જેલર 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 25 દિવસ પછી પણ ફિલ્મે સારી કમાણી કરી છે. આ સાથે ફિલ્મે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. નજીકમાં જ રિલીઝ થયેલી અક્ષય કુમારની OMG 2 અને ગદર 2 પણ થલાઈવાના જેલરને કોઈ નુકસાન પહોંચાડી શકી નથી. રજનીકાંતના જેલરે 25 દિવસમાં 16 અવિશ્વસનીય રેકોર્ડ(Jailer Movie Records) બનાવ્યા છે.

રજનીકાંતની જેલર ફિલ્મના 16 રેકોર્ડ્સ(Jailer Movie Records)

1. TN માં ઓલ ટાઇમ નંબર 1 મૂવી

2. તેલુગુ રાજ્યોમાં ઓલ ટાઇમ નંબર 2 તમિલ ફિલ્મ

3. કેરળમાં ઓલ ટાઇમ નંબર 1 તમિલ ફિલ્મ

4. કર્ણાટકમાં ઓલ ટાઇમ નંબર 1 તમિલ ફિલ્મ

5. દક્ષિણના તમામ રાજ્યોમાં રૂ. 50 કરોડથી વધુ કમાણી કરનાર ત્રીજી ભારતીય અને એકમાત્ર તમિલ ફિલ્મ

6. NA માં ઓલ ટાઈમ નંબર 1 તમિલ ફિલ્મ

7. યુકેમાં ઓલ ટાઈમ નંબર 1 તમિલ મૂવી

8. ગલ્ફમાં નંબર 1 દક્ષિણ ભાષાની ફિલ્મ

9. ઑસ્ટ્રેલિયામાં ઑલ ટાઈમ નંબર 2 તમિલ મૂવી

10. સિંગાપોરમાં ઓલ ટાઈમ નંબર 3 તમિલ મૂવી

11. ફ્રાન્સમાં ઓલ ટાઈમ નંબર 3 તમિલ મૂવી

12. SL માં ઓલ ટાઈમ નંબર 1 તમિલ ફિલ્મ

13. સાઉદીમાં ઓલ ટાઇમ નંબર 2 ભારતીય ફિલ્મ

14. ઓલ ટાઇમ નંબર 1 વિદેશમાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ

15. બીજી સૌથી ઝડપી ₹600 કરોડની તમિલ ફિલ્મ

16. મલેશિયામાં ઓલ ટાઇમ નંબર 2 ભારતીય ફિલ્મ

જેલર થોડા દિવસોમાં શાહરૂખ ખાનના જવાન સાથે ટક્કર કરવા જઈ રહ્યો છે. જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જવાનનું ઓનલાઈન એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જવાનનું એડવાન્સ બુકિંગ જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પઠાણ કરતા પણ વધુ કમાણી કરી શકે છે. આવી સ્થિતિમાં, તે રજનીકાંતના જેલરનો રેકોર્ડ તોડે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

Be the first to comment on "રજનીકાંતની ‘જેલર’એ 25 દિવસમાં બનાવ્યા 16 રેકોર્ડ: ‘OMG 2’ અને ‘ગદર 2’ પણ રહી ગયા પાછળ, શું હવે શાહરૂખની ‘જવાન’ તોડી શકશે રેકોર્ડ?"

Leave a comment

Your email address will not be published.


*