ભગવાન આવો હેવાન બાપ કોઈને ન આપે! પોતાની જ સગી દીકરીને 6 વર્ષ સુધી બનાવી હવસનો શિકાર

Published on Trishul News at 1:37 PM, Mon, 4 September 2023

Last modified on September 4th, 2023 at 1:38 PM

Father Was Raping Daughter For 6 Years In Vapi: ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં હેવન બાપે પોતાની જ માસૂમ દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પુત્રી 13 વર્ષની હતી ત્યારથી પિતા તેના પર બળાત્કાર કરતો હતો.(Father Was Raping Daughter For 6 Years In Vapi) પિતાની નિર્દયતાનો ભોગ બનીને દીકરીએ આખરે કંટાળીને માતાને આ વાત કહી, ત્યારે જ પિતાની ક્રૂરતાનો ખુલાસો થયો. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

કારખાનું ચલાવે છે પિતા 
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કારખાનું ચલાવતા વેપારીએ વર્ષ 2016માં 13 વર્ષની સગીર પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી સતત 6 વર્ષ સુધી તે દીકરીને હવસનો શિકાર બનાવતો રહ્યો.

19 વર્ષની થઈ દીકરી
લગભગ 19 વર્ષની દીકરીએ જ્યારે હિંમત કરીને તેની માતાને આખી વાત કહી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. માતાએ તાત્કાલિક વાપી પોલીસ સ્ટેશનમાં બળાત્કારી પિતા સામે ગુનો નોંધ્યો હતો.(Father Was Raping Daughter For 6 Years) પોલીસે યુવતીનું નિવેદન નોંધ્યા બાદ તેની મેડિકલ તપાસ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

કોઈને કહ્યું તો, જાનથી મારી નાખવાની આપતો હતો ધમકી
પિતાએ 2016માં પોતાની 13 વર્ષની દીકરી પર સૌપ્રથમ બળાત્કાર કર્યો હતો. અને આ ઘટના અંગે કોઈને કહેશે તો પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી પિતાને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે તે તેને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો.

Be the first to comment on "ભગવાન આવો હેવાન બાપ કોઈને ન આપે! પોતાની જ સગી દીકરીને 6 વર્ષ સુધી બનાવી હવસનો શિકાર"

Leave a comment

Your email address will not be published.


*