ગુજરાત(Gujarat): ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાની અસર રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં થઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે જેને કારણે અમુક વિસ્તારોમાં બરફના થર જામી ગયા હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીને કારણે લોકો ઠુંઠવાઈ રહ્યા છે. સુસવાટા મારતા પવનથી લોકો પોતાના ઘરની અંદર જ પુરાઈ રહેવા માટે મજબુર બન્યા છે. ત્યારે આવામાં ગઈકાલે રાજકોટ(Rajkot) શહેરમાં હાડ થીજાવતીને કારણે એક બાળકીનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા સોની નામની વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં હાર્ટ અટેક આવવાને કારણે મૃત્યુ થયું હતું. જેણે કારણે અન્ય વિધાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં મૂકાઈ ગયા છે. ગુજરાતના તમામ વાલીઓ માટે આ કિસ્સો એક ચિંતાનું કારણ બનવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં જસાણી સ્કૂલની વિદ્યાર્થિનીના મૃત્યુનો મામલો વિદ્યાર્થિની રીયાના માતા દ્વારા ગંભીર પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે ગંભીર આક્ષેપની સાથે વિનંતી કરતા એમ પણ કહ્યું છે કે, મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઇ અન્ય સાથે ન થાય અને શિયાળા દરમિયાન શાળાનો ટાઇમ બદલવો જરૂરી છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, શાળાનો સમય બદલવામાં આવે, સવારનો વહેલો સમય ન રાખવામાં આવે. શિયાળામાં શાળાનો ટાઇમ બદલવો ખુબ જ જરૂરી અને સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખવો જોઈએ.
રીયાના માતાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, હાડ થીજાવતી ઠંડીમાં છોકરાઓને શાળાએ વહેલું આવવું પડે તે યોગ્ય નથી અને બની શકે તો શાળાનો સમય જેમ બને તેમ મોડો રાખવામાં આવે. આટલું જ નહી તેમણે એમ પણ કહ્યું છે કે, સ્કૂલના જ સ્વેટર પહેરવા માટે બાળકોને મજબૂર કરો તે યોગ્ય નથી અને શાળાના સ્વેટર ઠંડી સહન કરી શકે તેવા નથી.
શાળામાં બાળકો જાડા સ્વેટર પહેરે તો ઠંડી ને ખમી શકે. માતાએ કહ્યું કે, મે મારી ફૂલ જેવી દીકરી ખોઇ નાંખી છે. રીયા એકદમ તંદુરસ્ત હતી, મારી દીકરીને કોઇ પણ બીમારી ન હતી અને કડકડતી ઠંડીને કારણે બ્લડ જામી ગયું તેમાં તેનું હદય બંધ થઇ ગયું અને બ્લડ જામી ગયું હતું. માત્ર 10 મિનિટમાં મારી દીકરી આ દુનિયામાંથી જતી રહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.