રાજ્યમાં ધો.12 કોમર્સની પરીક્ષાનું આજે 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જામનગર જિલ્લામાં 78.33 ટકા, જૂનાગઢમાં જિલ્લામાં 58.26 ટકા, અમરેલી જિલ્લામાં 69.29 ટકા, ભાવનગર જિલ્લામાં 79.52 ટકા, પોરબંદરમાં જિલ્લામાં 76.21 ટકા, મોરબી જિલ્લામાં 76.69 ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 77.91 ટકા પરિણામ આવ્યું છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું છે.
આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા દીપ હિંગરાજીયાએ 99.98 PR મેળવ્યા છે. દીપના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. દીપના માતા રીટાબેન પાપડ વણે છે તેમજ પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. દીપના પિતાનું સપનું છે કે મારે ભલે રીક્ષા ચલાવવી પડે પણ મારા દિકરાને સારો અભ્યાસ કરાવવો છે. પિતાના સપનાને સાકાર કરતા દીપે ઉત્તમ પરિણામ મેળવતા પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છે. દીપએ સ્ટેટ વિષયમાં 100માંથી 100 અને એકાઉન્ટમાં 100માંથી 94 માર્ક મેળવ્યા છે.
દીપને CA થવું છે એવું તેમની માતાએ જણાવતા કહ્યું છે
અહિયાં 12 કોમર્સમાં સારા માર્કસે પાસ થનાર દીપએ જણાવતા કહ્યું હતું કે, અમારી ઘરની પરિસ્થિતિ એટલી સારી નહોતી કે મારા માતા-પિતા મને ભણાવી શકે. સ્કૂલની મદદ અને સ્ટાફના સતત માર્ગદર્શનથી મેં આટલું પરિણામ મેળવ્યું કર્યું છે. જ્યારે દીપના માતા રીટાબેને જણાવ્યું હતું કે, દીપને ભવિષ્યમાં CA થવાની ઇચ્છા છે. દીપના પિતા રીક્ષા ચલાવે છે અને હું પાપડ વણું છું. આથી ઘરની પરિસ્થિતિ નબળી હોવા છતાં દિકરાને ભણાવી રહ્યા છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે દીપ CAમાં પણ શ્રેષ્ઠ પરિણામ મેળવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news