રસ્તા પર જોવા મળ્યો આખલાનો આતંક- વિડીયો જોઇને તમારું હ્રદય પણ કંપી ઉઠશે

તાજેતરમાં ગોંડલમાંથી એક વિડીયો વાઈરલ થયો છે જેમાં સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગુંદાળા રોડ પર સાંજના સુમારે ચાર આખલાઓ વચ્ચે ધમાસાણ યુદ્ધ થતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. કેટલાક હિંમતવાન યુવાનોએ લાકડી અને પાણીનો છંટકાવ કરી આખલાઓને છૂટા પાડયા હતા. પરંતુ, આ દરમિયાન આખલાઓએ સ્ટેશનરીની દુકાન, રીક્ષા, બાઇક સહિતના વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે જાનહાનિ ટળી હતી. જોકે, આ ઘટનાનો લાઇવ વીડિયો શોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી મુજબ, ગોંડલ શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા ગુંદાળા રોડ પર સાંજના સમયે ચાર જેટલા આખલાઓ વચ્ચે તમાશા યુદ્ધ સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. આ સમયે કેટલાક સાહસિક યુવાનો દ્વારા લાકડી અને પાણીનો છંટકાવ કરી આખલાઓને છુટા પાડવાની કોશિષ કરવામાં આવી હતી. જોકે, આ સમય દરમિયાન આખલાઓ સ્ટેશનરીની દુકાન રીક્ષા બાઇક સહિતના વાહનોને અડફેટે લીધા હતા. જેના કારણે નુકસાન પણ થવા પામ્યું હતું.

આખલા વચ્ચે ધમાસાણ યુદ્ધ સર્જાયું હતું જેના કારણે લોકોમાં થોડીક વાર માટે ભાગદોડ મચી જવા પામી હતી. જોતજોતામાં આખલાઓ એકબીજા સાથે લડતા લડતા પરમેશ્વર book storeની અંદર ઘૂસી ગયા હતા. બુક સ્ટોરમાં ઘૂસી ગયેલા આખલાઓએ કાઉન્ટર, બેન્ચ તેમજ બાઇકને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ બાજુમાં પડેલી ઓટો રીક્ષામાં પણ આખલાઓ અથડાયા હતા જેના કારણે રિક્ષામાં પણ નાનું મોટું નુકસાન થવા પામ્યું છે.

ત્યારે ઘટનાસ્થળ પર હાજર રહેલા કેટલાક હિંમતવાન યુવાનોએ લાકડી લઇ યુદ્ધ કરતા આખલાઓને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો કેટલાક લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આખલાઓનો ક્રોધ શાંત કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ શાળાઓની અંદર પ્રવેશ શરૂ થઈ ચૂક્યા છે.

તો મોટાભાગની શાળાઓમાં online એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ સમય દરમિયાન નાના ભૂલકાઓ પોતાના માતા-પિતા સાથે સ્ટેશનરીની દુકાન પુસ્તકો સહિતની ખરીદી કરવા માટે આવતા હોય છે. આ દરમિયાન સ્ટેશનરીની દુકાન પર કોઈ ભૂલકાઓ કે મહિલાઓ હાજર ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઇ લોકોએ તાત્કાલિક અસરથી આખલાઓને ઝડપી પાડવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *