સિટી બસ ચાલકની રોડ વચ્ચે ખુલ્લેઆમ ગુંડાગીરી, વૃદ્ધને જાહેરમાં જ માર મારી ગાળો ભાંડી- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) શહેર ફરી એકવાર સિટી બસના ડ્રાઇવરની દાદાગીરી(City bus driver) સામે આવતા ખળભળી ઉઠ્યું છે. શહેરના માલવીયા ચોક(Malviya Chowk) ખાતે આજે સવારે સિટી બસના ચાલકે એક વૃદ્ધ બાઇક ચાલકને બેફામ રીતે માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થતાં જ પોલીસે વિજય કાપડી નામના બસ ડ્રાઈવરની ધરપકડ કરી કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આજે સવારે 11 વાગ્યે શહેરના માલવિયા ચોકમાં રોડ ક્રોસ કરતી વખતે બાઇક સવાર અને સિટી બસ ચાલક વચ્ચે ઝપાઝપી થઈ હતી. દરમિયાન 3-3 સિટી બસના ચાલકો અને સંચાલકોએ ભેગા મળી સિટી બસને વચ્ચોવચ રોડ પર અટકાવી દેતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. દરમિયાન રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ વૃદ્ધ બાઇક સવારને બેફામ રીતે માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જણાવી દઈએ કે આ સમયે ટ્રાફિક જામના કારણે સામાન્ય રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રાફિકની સમસ્યા સર્જાય અને ઘટના સમયે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જે. જોષી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે સિટી બસના ડ્રાઈવરને વૃદ્ધને મારતો જોયો હતો, ત્યારબાદ તેમણે તરત જ બસના ડ્રાઈવર વિજય કાપડીને રોકીને બસમાંથી નીચે ઉતારી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વિજય કાપડીની પૂછપરછ હાથ ધરી છે.

આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આજની ઘટના અંગે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. ઘટના સંદર્ભે ડ્રાઇવરને વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યો હતો. સિટી બસનું સંચાલન કરતી એજન્સીને પણ કડક સૂચના આપવામાં આવશે અને જો જરૂર પડશે તો આગામી દિવસોમાં બસની સ્પીડ લિમિટ પણ નક્કી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *