હાલમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ફરીવાર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળાનું મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતા મોટા પ્રમાણમાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અને બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પરિવારને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળતા મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને રાજપુત સમાજના આગેવાનો હોસ્પિટલે પહોચ્યા હતા.
ઘટના અંગે મળતી માહિતી મુજબ રાજકોટનાં ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પત્ની ચેતનબેન અને પુત્રી ગરીમા તેમજ સાળો ધનંજય ચુડાસમા કાર લઇને ભાવનગર તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન ગઢડા તાલુકાના માંડવા અને ઢસા વચ્ચે આવેલા બ્રિજ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડી ભુક્કો થઇ ગઈ હતી. સ્થાનિકો દ્વારા અકસ્માતની માહિતી મળ્યા બાદ તાત્કાલિક અંદર રહેલા લોકો માટે બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બનાવની જાણ થતા જ મૃતકોના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. મોટી સંખ્યામાં રાજપુત સમાજના આગેવાનો ગઢડા હોસ્પિટલ પહોંચ્યા હતા. અહી ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ મુળ ભાવનગર જિલ્લાનાં વતની છે. પરિવાર વતન જ પરત ફરી રહ્યો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. આ અકસ્માત ગઢડા તાલુકાના માંડવી અને ઢસા ગામ વચ્ચે સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle