“કિસીસે ડરને કા નહીં..ન પુલીસ સે..ન MLA સે..ન મંત્રી સે” – સુધા ધામેલિયાનો રિવોલ્વર સાથેનો વિડીયો વાઈરલ

રાજકોટ(Rajkot): ગુજરાતમાં(Gujarat) નશાબંધી હોવા છતાં અવાર-નવાર નશીલા પદાર્થો પોલીસ દ્વારા પકડવામાં આવે છે. આજનું યુવાધન ડ્રગ્સના દૂષણમાં(Contamination of youth drugs) ધકેલાઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં નશીલા પર્દાથ ઘુસાડવાના પ્રયાસરૂપે વારંવાર ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી(Drug trafficking) કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા જ યુનિવર્સિટી રોડ પર ભીભંજન સોસાયટીમાં રહેતા 37 વર્ષીય જય કિશોર ભાઈ રાઠોડ(Jai Kishore Bhai Rathod) નામના યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, યુવક આર્થિક સંકડામણથી કંટાળી ગયો હતો. આપઘાત પાછળના કારણમાં રાજકોટની સુધા ધામેલીયાનું નામ સામે આવ્યું હતું. સુધા ધામેલીયા(Sudha Dhamelia) મોટી ડ્રગ્સ અને ગાંજા ડીલર છે. આજના યુવાનોને નશાનું બંધન કરાવીને પેડલર તરફ ધકેલતી હતી. રાજકોટના ડ્રગ પેડલર તરીકે સુધા ધામેલીયા કુખ્યાત છે. ત્યારે હાલમાં ડ્રગ્સની દુનિયામાં કુખ્યાત સુધા ધામેલિયાનો સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાઇરલ થયો છે.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ ડ્રગ્સ પેડલર તરીકે કુખ્યાત સુધા ધામેલિયાની 28 જૂન, 2021 ના રોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે કાર્યવાહી કરાઈ હતી. પરંતુ બાદમા તેને જામીન મળ્યા હતા. પોલીસની કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ તે ફરી ડ્રગ્સના રવાડે ચઢી હતી.

રાજકોટમાં યુવકના આપઘાત બાદ સોશિયલ મીડિયામાં ડ્રગ પેડલર સુધા ધામેલીયાનો એક વિડીયો ખુબ જ વાયરલ થયો છે. જેમાં સુધા હાથમાં રિવોલ્વર સાથે જોવા મળી રહી છે. અને બેકગ્રાઉન્ડમાં ગંગુબાઈ કાઠિયાવાડીનો એક ડાયલોગ સંભળાઈ રહ્યો છે. જેમાં “કિસીસે ડરને કા નહીં..ન પુલીસ સે..ન MLA સે..ન મંત્રી સે.. કિસીકે બાપ સે નહીં ડર ને કા..” સ્પષ્ટપાને સાંભળવા મળી રહ્યું છે. આ વિડીયો વાયરલ થતા લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા શહેરમાં યુવાનોને ટાર્ગેટ કરીને પહેલા નશાના બંધાણી બનાવે છે અને ત્યારબાદ પેડલર બનવા તરફ ધકેલવાની મોડસ ઓપરેન્ડી ચલાવે છે. રૈયાધાર અને જંગલેશ્વરને સુધા દ્વારા નશાના કારોબારનું એપી સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *