ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાતના આ દિગ્ગજ કલાકાર સ્કૂલ બેગમાં ગાંજાની હેરાફેરી કરતા ઝડપાયા, મોટો મુદ્દામાલ ઝડપાયો

રાજ્યમાં હવે ગુનાખોરીનું પ્રમાણ રોજેરોજ વધતું રહ્યું છે,આવાં સમયે ગુજરાતના એક જાણીતા ગાયક કલાકાર ગાંજાના કેસમાં પકડાયા છે.આ ગાયક કલાકારે સ્કૂલ બેગમાં ગાંજો ભરીને તેની હેરાફેરી કરતા હતા,તેઓ ગુજરાત SOGના હાથે રંગેહાથે પકડાયા છે.SOGએ 16 કિલો અને 254 ગ્રામનાં ગાંજાની સાથે જ ગાયક કલાકારની ધરપકડ કરી છે,આ સિવાય ગાડી સહિત રૂ.5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત થયો છે.ગુજરાત SOGએ અમદાવાદ હાઇવે પરથી માલિયાસણ ચોકડી પાસેથી આ કિસ્સાનો પર્દાફાશ થયો હતો.આ કિસ્સાની SOG પોલીસને ચોક્કસ માહિતી મળી હતી.

આ ઘટનાની મળતી જાણકારી મુજબ,રાજકોટ SOGની ટીમને માલીયાસણ ચોકડી પાસેથી સોખડા ચોકડી વચ્ચે એક સફેદ કલરની i20 કાર પસાર થશે છે,જેમાંથી ગાંજાનો જથ્થો મળી રહેશે છે.આ ચોક્કસ માહિતીના આધારે પગેરું ગોઠવીને રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા માલીયાસણ ચોકડી પાસેથી સોખડા ચોકડીની વચ્ચે પસાર થઈ રહેલી કારમાં શોધખોળ હાથ ધરતા ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.

SOGની ટીમે હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું.હાઇવે પરથી ગાડી પસાર થતાં જ ગાડીની તપાસ કરવામાં આવી હતી,જેમાં ગાડીની પાછળની સીટમાં સ્કૂલબેગ જેવા દેખાતાં 2 કાળા કલરની બેગ હતી.બેગની અંદર 3-3 બોક્ષ એટલે કે કુલ 6 બોક્સ ભરીને ગાંજાને લઈ જવામાં આવી રહ્યો હતો.પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં કારચાલકનું નામ મનીષદાન બાદાણી કે,જે ગાયક કલાકાર છે,તેની પાસેથી પોલીસે 6 બોક્સમાંથી ફુલ 16.254 કિલો ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.પોલીસને આ 6 બોક્સમાંથી જે પદાર્થ મળી આવ્યો હતો.

તેની FSL ના અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી અને ગાંજો હોવાની પણ સાબિતી કરી છે.હાલમાં તો SOG પોલીસે રૂ.97,000ના ગાંજાના જથ્થાની સાથે-સાથે 5 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે,અને ગાયક કલાકાર મનીષદાન બાદાણી ની ધરપકડ કરી આગળની તપાસ પણ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: