ત્રાસથી પીડાતા મહાનગરપાલિકાના ઈજનેરે કરી લીધો આપઘાત, મરતા પહેલા પત્નીને કહ્યું હતું કે…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) શહેરના સાધુ વાસવાણી(Sadhu Vaswani) રોડ પર ગંગોત્રી પાર્કમાં આવેલા પામ યુનિવર્સ એપાર્ટમેન્ટ ફ્લેટમાં રહેતાં અને મહાનગર પાલિકાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનીયર(Additional Assistant Engineer) એવા પરેશ ચંદ્રકાંતભાઇ જોષી (ઉ.વ.50)એ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યા બાદ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમના ધર્મપત્નિ મિલીબેન પરેશ જોષીની ફરિયાદના આધારે મધુરમ કન્સ્ટ્રક્શનવાળા હાર્દિક કાંતિભાઇ ચંદારાણા અને સુપરવાઇઝર મયુર જગદીશભાઇ ઘોડાસરા સામે ઇજનેર પી. સી. જોષીને મરી જવું પડે તે હદ સુધી ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યો હોવાનો ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રાસથી કંટાળી જતાં મરી જવા માટે મજબૂર બન્યો એન્જિનીયર:
આ બંને શખ્સો નવાગામમાં આર.સી.સી. રોડના કામની સાઇટ પર ઇજનેર પી. સી. જોષીને આવવા દેતાં નહોતાં અને ગામ લોકોને તેમના વિરૂધ્ધ ઉશ્કેરશે તેવી ધાક ધમઓ આપતાં રહેતા હતાં. ઉપરાંત બીલીંગ પ્રોસેસ તાત્કાલિક કરી દેવા કહી બંને ઇજનેર સામે ઓફિસમાં જ બેસી રહ્યા હોઇ અને સતત ત્રાસથી ઇજનેર જોષી કંટાળી જતાં મરી જવા મજબૂર થયાની માહિતી સામે આવી છે.

સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે
મિલીબેને પોતાની ફરિયાદમાં જણાવતા કહ્યું છે કે, મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મારા પતિ પરેશભાઇ જોષી આર.એમ.સી.ના ઇસ્ટ ઝોન ભાવનગર રોડ ખાતે વોર્ડ નં. 5 માં એડીશનલ આસી. એન્જિનીયર તરીકે નોકરી કરી રહ્યા હતાં. ગઈ તારીખ 27.12.2021 ના રોજ હું તથા મારા પતિ અને બાળકો ઘરે હાજર હતા ત્યારે મારા પતિ નિરાશામાં અને ટેન્શનમાં હોય તેવું લાગતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *