રાજકોટના લોખંડના વેપારીને ડોક્ટર કાલરિયાના નામે ફોન કરી પટેલ સમાજમાં કોવિડ સેન્ટર શરૂ કરવાનું કહીને વેપારી પાસેથી લોખંડના સળિયા સહિત રૂ.30 લાખ રૂપિયાનો માલ લઇ ને નાસીગયો હતો.આ કૃત્ય ગઠિયાનો રાજકોટ પોલીસે મુંબઇ પોલીસ પાસેથી કબજો લઈને તેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધો હતો.
શહેરના વિમલનગરમાં રહેતા વેપારી મયૂરભાઇ જીવરાજભાઇ વસોયાએ પોતાની સાથે રૂ.30 લાખની છેતરપિંડી થયા અંગેની તા.27 જુલાઇના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. છેતરપિંડી આચરનાર ગેંગનો સૂત્રધાર તુષાર બાબુ લુહાર મુંબઇ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ હરદેવસિંહ રાયજાદા અને મેહુલસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે તુષાર લુહારનો કબજો મેળવી તેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધો હતો. મયૂર વસોયાને તુષારે ડોક્ટર કાલરિયાના નામે ફોન કરી સાણંદમાં આવેલા પટેલ સમાજ માં કોવિડ સેન્ટર બનાવવું છે તેમ કહી લોખંડના સળિયા સાથે રૂ.30 લાખ રૂપિયા નો માલ મગાવ્યો હતો.
માલ મેળવ્યા બાદ ગુનેગારે મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો. તુષારે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને યુપીમાં પણ આ રીતે જ વેપારીઓ સાથે લાખો રૂપિયા ની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં ભાવિન રૂપારેલિયા, જેસલ હિંડોચા, કેતન ખાંભલા અને જયેશ પટેલના નામ ખૂલતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી હતી તેમજ છેતરપિંડીથી મેળવેલો માલ કબજે કરવા પોલીસ આરોપીને લઇ મુંબઇ જવા રવાના થઇ ગયો હતો.
એક જ દિવસ માટે દુકાન ભાડે રાખી ત્યાં માલ ઉતરાવી સગેવગે કર્યો,
તુષાર લુહારે રાજકોટના વેપારી પાસેથી પેહલા પણ રૂ.15 લાખનો માલ મગાવ્યો હતો તે માલ માટે સાણંદમાં એક દિવસ માટે જ દુકાન ભાડે પણ રાખી હતી અને વેપારીએ ત્યાં માલ મોકલાવતા જ ત્યાંથી માલ અન્ય સ્થળે મોકલવી દીધો હતો.અને બીજા રૂ.15 લાખનો માલ માલિયાસણમાં આ રીતે જ એક દિવસ માટે ભાડે રાખેલી દુકાનમાં ઉતરાવ્યો હતો અને ત્યાંથી પણ માલ અન્ય સ્થળે મોકલી દેવામાં આવ્યો હતો.
છેતરપિંડી દ્વમાંથી મેળવેલા રૂપિયા મુંબઇમાં ઐયાશી અને મોજ-શોખ માં ઉડાવતો
ગોંડલનો રહેવાસી તુષાર લુહાર કેટલાક સમયથી મુંબઇ સ્થાયી થયો હતો, તુષારે અનેક વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરી છે.છેતરપિંડીથી મેળવેલા પૈસા મુંબઇમાં શરાબ પાછળ તુષાર ઉડાવતો હોવાનું પોલીસ જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.