હાલમાં રાજ્યમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરના સત્યનારાયણ પાર્કમાં રહેતા પારસ ચુનિલાલ શાહ ભાડે કરિયાણાની દુકાન ચલાવી રહ્યો હતો પણ લોકડાઉન પછી ધંધો ચાલતો ન હોવાને લીધે કૂટણખાનાનો ધંધો શરૂ કર્યો હતો.
આ અંગેની જાણ પોલીસને થતા ડમી ગ્રાહક મોકલી રેડ પાડવામાં આવી હતી. જેમાં પારસ કુલ 10,000 રૂપિયા લઈને કુલ 5,000 પોતે રાખીને અન્ય 5,000 રૂપલલનાએ આપતો હોવાનું જાણવા મળ્યું હતું. આની સાથે જ સ્ત્રી મિત્ર પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પારસની ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીએ ડમી ગ્રાહક માટે હોટલનો રૂમ બૂક કર્યો:
શહેરના માલવીયા ચોકમાં આવેલ પ્રમુખ સ્વામી આર્કેડમાં 9 માળ પર આવેલ હોટલ તિલકમાં ગોરખધંધા ચાલતા હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે ડમી ગ્રાહક મારફતે સંપર્ક કરાવાતા પારસે હોટલમાં રૂમ બુક કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડમી ગ્રાહક દ્વારા માલવીયા ચોકમાં આવેલ હોટલ તિલકમાં રૂમ બુક કરાવ્યો હતો.
ત્યારબાદ પારસનો સંપર્ક કરાતા રૂપલલના સાથે ત્યાં પહોંચ્યો હતો. બુક કરાવેલા રૂમમાં અથવા તો જ્યાં ડમી ગ્રાહક હાજર હતો ત્યાં રૂપલલના જતાની સાથે પોલીસે દરોડો પાડીને પારસને પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસે પારસ વિરૂદ્ધ ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્સી એક્ટની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગ્રાહક પાસેથી 10,000 રૂપિયા લઇ અડધી રકમ પોતે રાખતો :
પોલીસ પૂછપરછમાં આરોપીએ રૂપલલના સાથે શરીર સંબંધ બાંધવા માટે કુલ 10,000 માં વાત નક્કી થઈ હતી. જેમાંથી 5,000 પોતાની પાસે રાખીને અડધી રકમ રૂપલનાને આપતો હતો. આ શખ્સને શાપરમાં કરીયાણાની દુકાન આવેલ છે પણ લોકડાઉન પછી ધંધો ન ચાલતા તેણે આ ધંધામાં ઝંપલાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle