વિદ્યાર્થીનીની થતી જાતીય સતામણીને રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અધ્યાપકોની ચેમ્બરમાં જ CCTV કેમેરા મુકી દેવામાં આવશે. આ CCTVનાં ફૂટેજનું મોનિટરિંગ જે-તે ભવનનાં વડા દ્વારા કરવામાં આવશે. મહત્વનું તો છે કે, છેલ્લા થોડા વર્ષોથી યુનિવર્સિટીમાં જાતીય સતામણીનાં કિસ્સાઓ સામે આવી રહ્યાં. જેને લીધે યુનિવર્સિટીએ જ અધ્યાપકોની કેબીનમાં CCTV કેમેરા મુકવાનું નક્કી કર્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ વિજય દેસાણીએ આ નિર્ણય અંગેની રજૂઆત કરતાં કહ્યું હતું કે, ઘણીવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતિય સતામણીના કિસ્સાઓ સામે આવતા જ હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થિનીઓની થતી જાતિય સતામણીને રોકવા માટે હવે અધ્યાપકોની ચેમ્બરમાં જ CCTV કેમેરા લગાડી દેવામાં આવશે. CCTV કેમેરાનું મોનિટરિંગ જે-તે ભવનના વડાઓ દ્વારા કરવામાં આવશે. હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાતિય સતામણી મુદ્દે 2 પ્રોફેસર તેમજ 1 ક્લાર્કને પણ બરતરફ કરી દેવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા જ ઉપલેટાની એક M.P.Edની વિદ્યાર્થિનીએ પ્રોફેસર વિક્રમ વંકાણી તથા ભગીરથસિંહની સામે જાતીય સતામણી અંગેની અરજી પણ કરી હતી. આ અરજીને ધ્યાનમાં રાખીને કુલપતિ દ્વારા બંને પ્રોફેસર તથા 1 પ્લેસમેન્ટ ક્લાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને પણ તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે.
આ ત્રણેય શારીરિક શિક્ષણ વિભાગમાં જ ફરજ બજાવતા હતા. વિદ્યાર્થિનીએ 2 પ્રોફેસરોની વિરૂદ્ધ શારીરિક તથા માનસિક ત્રાસ અંગેની અરજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરી હતી. આ પહેલાં પણ કુલપતિએ બંને પ્રોફેસરોને યુનિવર્સિટીનાં મેદાનમાં કુલ 15 દિવસ સુધી પ્રવેશ આપવાં પર મનાઈ પણ ફરમાવવામાં આવી હતી.
અહીં નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ સમાજશાસ્ત્રની એક વિદ્યાર્થિનીની પાસે ગાઇડ પ્રોફેસર ઝાલાએ બિભત્સ માગણીઓ કર્યાની ઓડિયો ક્લીપ પણ સામે આવી હતી. ત્યારબાદ લંપટ પ્રોફેસર પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, તો યુનિવર્સિટીએ આ અશ્લીલ માનસિકતા ધરાવતા પ્રોફેસરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા. આ પ્રોફેસરની ચેમ્બરને પણ હાલમાં સીલ કરી દેવાઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ પણ ખુબ જ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં ગાઈડ દ્વારા એક યુવતીને PHD કરાવવાની તથા તેને પ્રોફેસર બનાવવાની લાલચ આપીને શરીર સુખની માંગણી પણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.