રાજકોટ જીલ્લામાં વધારે એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. અગાઉ પણ બે વાર આવી ઘટના બહાર આવી હતી. છેલ્લા બે વર્ષથી ઘરમાં પુરવામાં આવેલ માતા અને પુત્ર મુક્ત કર્યા છે. એમણે સામાજિક સંસ્થા,181 અભયમએ કાર્યવાહી કરીને મુક્ત કર્યા છે. છેલ્લા બે વર્ષથી ઘરમાં પુરવામાં આવેલ માતા-પુત્રની માનસિક સ્થિતિ ખરાબ હોવા અંગેનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.
અત્યારે બન્નેને સિવિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ, રાજકોટની શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટએ ગાંધીગ્રામ વેલનાથ ચોક નજીક આવેલ ગોવિંદનગર શેરી નં. 2માં રહેનાર સરલાબેન કાન્તિભાઈ પ્રજાપતિ છેલ્લા 2 વર્ષથી ઘરમાં એમનાં સંતાનની સાથે રહે છે તેમજ એમનાં પતિ છેલ્લા ઘણા લાંબા સમયથી દુબઈ રહે છે.
સંસ્થાની સાથે વાતચીત દ્વારા એ વાત બહાર આવી હતી કે, મહિલાને બે વર્ષ અગાઉ સારણગાંઠનું ઓપરેશન થયું હતું એ પછી એમની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી તેમજ પરિણામે તેઓ શૌચક્રિયા એમની પથારી પર જ કરી રહી હતી. રાજકોટ શહેરમાં પહેલા બે ઘટના બની ચુકી છે અને આ ત્રીજી ઘટના બહાર આવી છે. રાજકોટ શહેરમાં સેવાભાવી સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી રૂમમાં બંધ એવી 45 વર્ષની મહિલાને મુક્ત કરાવવામાં આવી છે.
આ મહિલાના 13 વર્ષીય પુત્રને અપનાવી ઉચ્ચ શિક્ષણ આપવા માટે પણ પહેલ કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા સોસાયટીનાં લોકો દ્વારા 181 તેમજ સંસ્થાને જાણ કરવામાં આવી હતી, તેથી તેઓ તાબડતોડ રીતે ઘરે પહોંચી ગયા હતા. સામાજિક સંસ્થાઓનાં લોકો દ્વારા મા-પુત્રને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અત્યારે ઘરની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી. એમનાં 13 વર્ષીય પુત્રને ઉચ્ચ શિક્ષણ પણ આપવામાં આવશે. અત્યારે આ બનાવમાં સરલાબેન પ્રજાપતિની આ હાલત ક્યાં કારણે થઇ તે વિશે વધારે વિગતો એકઠી કરવામાં આવશે. અત્યારે આ પ્રકારની ઘટનાને રોકવા માટે સંસ્થાઓ આગળ આવીને કાર્યવાહી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle