ગુજરાતમાં મોંઘવારીએ મૂકી માજા: જુઓ કેવી રીતે થઇ ગૃહઉદ્યોગ માંથી તેલના ડબ્બાની ચોરી

હાલ ચાળી રહેલા કોરોના કાળ દરમિયાન રાજ્યમાં મોંઘવારીએ માજા મૂકી છે. આ દરમિયાન રાજકોટ સહિત સમગ્ર દેશભરની જનતા મોંઘવારીના મારથી પીડાઈ રહી છે. આ દરમિયાન દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલ ખાદ્ય પદાર્થો તેમજ ખાદ્ય તેલોના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ચૂકી છે. જ્યારે, રાજકોટ સહિત કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ 95 રૂપિયાને પાર પહોંચ્યો છે. તો ખાદ્યતેલોના ભાવમાં પણ આવેલા ધરખમ વધારાના કારણે મધ્યમ વર્ગીય અને ગરીબોને બે ટંક ખાવાના પણ ફાંફા પડી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે.

આ દરમિયાન, એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં વધતાં જતાં ખાદ્યતેલોના ભાવના કારણે જેતપુર ગૃહ ઉદ્યોગના કારખાનામાંથી 10 દિવસમાં તેલના 15 જેટલા ડબ્બા ચોરી થયાનું સામે આવ્યું છે. ત્યારે તેલ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ ખાદ્યતેલના ડબ્બાની ચોરીના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, જેતપુરના બળદેવ ધાર વિસ્તારમાં આવેલા એક ખાખરાના ગૃહ ઉદ્યોગના કારખાનામાંથી કોઈ અજાણ્યા ઇસમે છેલ્લા 10 દિવસમાં 15 જેટલા તેલના ડબ્બાની ચોરી કરી હોવાની ફરિયાદ સંચાલક દ્વારા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

હાલ મોંઘવારીએ જે પ્રકારે માજા મુકી છે. જેના કારણે લોકો હવે ખાદ્યતેલની ચોરી કરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન જે કપાસિયા, સીંગતેલ સન ફ્લાવર સહિતના ભાવોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તે ધરખમ વધારો તાત્કાલિક અસરથી સરકાર ભાવ વધારાને નિયંત્રણમાં લાવે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *