ઉત્તરાખંડ: યાત્રાધામ કેદારનાથ (Kedarnath) માં ભારે વરસાદ (Heavy rain) તથા ભુસ્ખલનને લીધે ચારધામની યાત્રા (Journey to Chardham) એ ગયેલા રાજકોટ (Rajkot) ના 30 જેટલા યાત્રાળુઓ પરિવારથી વિખુટા પડીને ફસાઈ ગયા હતા. ગઈકાલે વાતાવરણ ચોખ્ખુ થતા હેલિકોપ્ટર (Helicopter) થી તમામ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. છેલ્લાં 4 દિવસથી પરિવારથી વિખૂટા પડેલા યાત્રાળુઓ મંદિર નીચે એકબીજાને મળ્યા તો આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.
4 દિવસ યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો:
અતિભારે વરસાદ તથા ભૂસ્ખલનને લીધે 4 દિવસ સુધી રાજકોટના યાત્રાળુઓને કેટ-કેટલીય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કુદરતની દયાથી હવે બધુ હેમખેમ થતા વિખૂટા પડેલા સભ્યો ફરીથી પરિવારને મળતા હરખની લાગણી દર્શાવતા દૃશ્યો જોવા મળ્યા હતા. રાજકોટના યાત્રાળુઓ હરિદ્વાર જવા માટે રવાના થયા છે. રાજકોટના રાજૂ એન્જિનિયરિંગ કંપનીના ચેરમેન રાજુભાઇ દોશી તથા પ્રોફેસર યશવંતભાઇ ગોસ્વામી પણ હાલમાં સુરક્ષિત છે.
રાજકોટના યાત્રાળુઓ ફરી ભેગા થયા:
રાજકોટના યાત્રાળુએ મંદિર નીચે પહોંચતાની સાથે જ સુરક્ષિત હોવાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, અમે 11 ઓક્ટોબરે ચારધામ યાત્રા માટે રાજકોટથી નીકળ્યા હતા. ભગવાન શિવની યાત્રા યાતના તથા મુશ્કેલી વગર પુરી થતી નથી તેવું કહેવાયુ છે.
આ મુશ્કેલીમાંથી અમે તમામ પાર ઉતરી ગયા છીએ. અમારી પ્રાર્થના ભગવાન કેદારનાથ મહાદેવે સાંભળી તેમજ અમને સુરક્ષિત રાખ્યા છે. છેલ્લા 4 દિવસથી અમારા પરિવારના સભ્યો વિખૂટા પડી ગયા હતા. જયારે તમામ સભ્યો ફરી ભેગા થઇ ગયા છીએ.
સવારે 6 યાત્રાળુઓનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કર્યું હતું:
રાજકોટની પ્રખ્યાત કંપની રાજુ એન્જિનિયરિંગના ચેરમેનનો પરિવાર તેમજ પ્રોફેસર પરિવાર સહિત રાજકોટના 30 યાત્રાળુ ફસાઈ ચૂકયા હતા. હવે બધા જ યાત્રાળુઓ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે. આજે કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઇ હિરાણીના પરિવાર સહિત 6 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયું હતું.
પ્રાર્થનાઓ ક૨ી સમય પસા૨ ર્ક્યો:
યાત્રાળુઓએ જણાવ્યું હતું કે, જયા૨ે તેઓ ફસાયા ત્યા૨ે સતત 72 કલાક સુધી ભા૨ે તોફાની પવન સાથે સતત વ૨સાદ વ૨સી ૨હયો હતો. ક્યાંય જઈ શકાય તેવી હાલત ન હોતી ભૂસ્ખલનની ઘટનાના સમાચા૨ો મળતા હતા. ખુબ ડ૨ામણા વાતાવ૨ણ વચ્ચે કંપા૨ીઓ છુટી જતી તેમજ રૂંવાડા ઉભા થઈ જતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.