પરીક્ષામાં નાપાસ થતા, ચુર-ચુર થયા પોલીસ બનવાના સપના- છેવટે હિંમત હારી મોતને વ્હાલું કર્યું

ગુજરાત(Gujarat): જોવા જઈએ તો હાલ રાજ્યમાં સરકારી ભરતી(Government recruitment)ની સિઝન ચાલી રહી છે. જેને કારણે ખાસ કરીને પોલીસ ભરતીને લઈને યંગસ્ટર્સમાં ખૂબ જ જોશ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે એવામાં રાજ્યના રાજકોટ(Rajkot)થી ભરતી માટે સખત મહેનત અને પરિશ્રમ કરી રહેલા યુવાને પરીક્ષામાં નાપાસ થતાં નાસીપાસ થઈને અંતે આપઘાત કરી લેવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સમયમર્યાદામાં પોલીસ ભરતીની દોડ પૂર્ણ ન થતાં યુવક થયો નિરાશ
રાજકોટ શહેરને 26 વર્ષના યુવાને ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે આ ભરતીનું ફોર્મ ભર્યું હતું. પરંતુ શારીરિક પરીક્ષા આપતી વખતે દોડ નિયમિત સમયગાળામાં પુર્ણ ન કરી શકતા નાસીપાસ થઇ ગયો હતો અને ત્યારબાદ તેણે ઝેરી દવા પી જિંદગીની સફરનો અંત લાવી દીધો હતો.

યુવકના મૃત્યુથી ગામમાં છવાયો માતમ:
મળતી માહિતી અનુસાર, લીલી સાજડિયાણી ગામના યુવાન નિકુંજ મકવાણાએ ઝેરી દવા પીને પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો. ખોબા જેવડા ગામડામાં જુવાનિયાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં શોકનું મોજું ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ ભરતી પ્રક્રિયામાં દોડમાં નાપાસ થતા યુવકે ગઇ કાલે ઝેરી દવા પી લીધી હતી અને હોસ્પીટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

થોડા દિવસ આગાઉ રાજકોટમાં યુવકે કર્યો હતો આપઘાત:
આ અગાઉ પણ રાજકોટમાં યુવકના આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં યુવક નિવૃત્ત SRP જવાનોનો પુત્ર હોવાનું આવ્યું સામે આવ્યું હતું અને રાજકોટના ગાયત્રી નગર વિસ્તારમાં આ ચકચારી ઘટના બની છે. મોડી રાત્રે પિતાની રિવોલ્વોરમાંથી પોતાના પર જ ફાયરિંગ કરી આપઘાત કર્યો હતો. મળતી માહિતી અનુસાર, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા BRTS બસ સ્ટેન્ડમાં નોકરી કરતો હતો. યુવકે શા માટે આપઘાત કર્યો એનું કારણ હજુ અકબંધ છે. આપઘાતની ઘટના સામે આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *