રાજ્યના રાજકોટ શહેરમાંથી ચમત્કારિક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ગઇકાલે અતિભારે વરસાદ ખાબકતાં મેઘતાંડવે લોકોને ડરાવી મુક્યા હતા. અડધા કલાક સુધી મેઘરાજાએ રાજકોટને બાનમાં લીધું હોય એવાં દૃશ્યો સર્જાયા હતાં.
વીજળીના પ્રચંડ કડાકાની વચ્ચે ઊંચા બિલ્ડિંગો પણ ધ્રૂજવા લાગ્યાં હતાં. જો કે, મોરબી રોડ પર આવેલ બેડી માર્કેટ યાર્ડમાં ગઇકાલે વીજળી પડી ત્યારે કુદરતે ચમત્કાર કર્યો હોય એવાં લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં કે, જેમાં એક કારચાલક પસાર થાય છે એ જ માર્ગ પર પ્રચંડ અવાજની સાથે વીજળી ત્રાટકે છે.
આ રીતે સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ:
આ વીડિયો કોઈ નાગરિકે પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળતી વિગત પ્રમાણે બેડી માર્કેટ યાર્ડમાં ગઈકાલે ખુબ વરસાદ વરસ્યો હતો ત્યારે એક કાર પસાર થઇ રહી છે. આ કાર 5 સેકન્ડ બાદ દૂર જતી રહે છે ત્યારે એ જ રસ્તા પર વીજળી ત્રાટકે છે. વીજળીના પ્રચંડ અવાજથી વીડિયો ઉતારી રહેલ શખસના હાથ પણ ધ્રૂજવા લાગે છે એવું દેખાઈ રહ્યું છે.
જૂના યાર્ડમાં વીજળી પડવાથી વીજ ટ્રાન્સફોર્મર બળીને ખાખ:
ગઇકાલે શહેરમાં વીજળી પડવાના બનાવો સામે આવ્યા હતા. જૂના માર્કેટ યાર્ડમાં પણ વીજળી પડતા વીજ ટ્રાન્સફોર્મર બળીને ખાક થઈ ગયું હતું. જો કે, સદનસીબે જાનહાનિ ટળી હતી. આની સિવાય ભોમેશ્વરમાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી હતી. જો કે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. ગોંડલમાં આવેલ જામવાડી ગામમાં મકાન પર વીજળી પડતા કોઇ જાનહાનિ સર્જાઈ ન હતી.
લોધિકાના વાજડી વડ ગામના રામજી મંદિરની ધજા પર વીજળી પડી:
લોધિકા તાલુકામાં આવેલ વાજડી વડ ગામના રામજી મંદિરની ધજા પર વીજળી પડતાં વીજળી મંદિરની અંદર શ્રીરામચંદ્ર ભગવાન તેમજ જાનકીજીનું સ્થાપન કર્યું છે કે, ત્યાં જ સીધી ઊતરતાં ઘુમ્મટમાં મોટું કાણું પડી ગયું છે, ઇલેક્ટ્રિક્સિટીના બોર્ડ સહિતની સ્વિચ તૂટી ગઈ છે તથા બોર્ડ બહાર નીકળી ગયાં છે.
નર્સિંગની ગર્લ્સ હોસ્ટેલ પર વીજળી પડી:
ગત સાંજે વીજળીના કડાકાભડાકા સાથે અતિભારે વરસાદ આવ્યો ત્યારે સિવિલ હોસ્પિટલનાં નર્સિંગ ગર્લ્સ હોસ્ટેલમાં શોર્ટસર્કિટ થતાં વિદ્યાર્થિમાં દોડધામ મચી જવા પામી હતી. હોસ્ટેલની એક વિદ્યાર્થિની જણાવ્યું હતું કે, હોસ્ટેલના બિલ્ડિંગ પર વીજળી પડતા વીજળી ગૂલ થઇ ગઇ હતી.
જેને લીધે અંધારપટ છવાઇ ગયો હતો. વીજળી પડવાને લીધે વાયરિંગ સળગી ગયું હતું અને જેને લીધે 2 વિદ્યાર્થિનીને વીજકરંટ લાગ્યો હતો, જો કે, સદનસીબે કોઇ ગંભીર ઘટના ઘટી ન હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ હોસ્ટેલનો સ્ટાફ દોડી આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.