ગુજરાત: રાજકોટ (Rajkot) માં આજે સવારમાં બનેલી સામૂહિક આપઘાત (Suicide) ની ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે. શહેર (City) માં આવેલ નાકરાવાડી (Nakrawadi) વિસ્તારમાં મહિલાએ એકસાથે 2 માસૂમ દીકરા સાથે અગ્નિસ્નાન કરીને મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી તેમજ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કુવાડવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ:
મળી રહેલ જાણકારી પ્રમાણે, રાજકોટમાં આવેલ કુવાડવા રોડના નવાગામ સોખડા નજીક નાકરાવાડી વિસ્તારમાં 28 વર્ષનાં દયાબેન વિજયભાઇ ડેડાણિયાએ 7 વર્ષીય દીકરા મોહિત તેમજ 4 વર્ષીય દીકરા ધવલ સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટનાની જાણ થતાંની સાથે દયાબેનના પરિવારમાં તેમજ સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ચુકી છે.
5 મહિના અગાઉ માતાનું અગ્નિસ્નાન:
આજથી 5 મહિના અગાઉ મોરબીમાં આવેલ રવાપર રોડ પરની પંચવટી સોસાયટીમાં રહેતી 52 વર્ષીય આધેડ મહિલાએ ઘરમાં જ સળગીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે A-ડિવિઝન પોલીસ દ્વારા આપઘાત વિશે નોધ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતકનાં 3 સંતાન હોવાથી ત્રણેય માનસિક બીમાર હતાં કે, જેમની યોગ્ય કાળજી ન રાખી શકતા હોવાથી લાગી આવતા આ પગલું ભર્યુ હતું.
આપઘાતનાં બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. મોટાભાગે લોકો કંટાળીને, ઘર-કંકાસ અથવા તો અન્ય કોઈ અગમ્ય કારનોસર આપઘાતનું કડક પગલું ભરી લેતા હોય છે જેને લોધે કેટલાય પરિવારોને પોતાના પ્રિય સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આ ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.